Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: ધન્વન્તરી કોવિડ હોસ્પિટલમાં કુલ 545 દર્દીઓ દાખલ, 92 ICUમાં સારવાર હેઠળ

અમદાવાદ: ધન્વન્તરી કોવિડ હોસ્પિટલમાં કુલ 545 દર્દીઓ દાખલ, 92 ICUમાં સારવાર હેઠળ

0
36

ગાંધીનગર: ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યુદ્ધના ધોરણે કાર્યરત કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં હવે ૫૪૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ૯૨ જેટલા દર્દીઓને ઈન્ટેન્સિવ કેર યુનિટ (આઈ.સી.યુ)માં છે. આજે વધુ ૯૬ દર્દીઓને પ્રવેશ આપી તેમની સારવાર શરુ કરવામાં આવી હતી.

ધન્વન્તરી કોવિડ હોસ્પિલ તેની પૂર્ણ ક્ષમતાએ કાર્યરત થાય તે દિશામાં સુનિયોજિત પ્રયાસો હાથ ધરાયા છે અને હોસ્પિટલમા(ઈનહાઉસ) જ સિટી સ્કેન, લોહીની તપાસ(બ્લડ ઈન્વેસ્ટીગેશન), એક્સ-રે, ડાયાલિસિસ જેવી તમામ સુવિધાઓ નાગરિકને એક જ સ્થળેથી વિના મૂલ્યે પ્રાપ્ત થઈ રહી છે. આમ અનેક દર્દીઓના સ્વજનોએ આ ઉત્તમ સુવિધા પ્રાપ્ત થતા હાશકારો અનુભવ્યો છે.

આ ઉપરાંત દર્દીના સ્વજનમાં રહેતી ઉચાટની લાગણી દૂર થાય અને તેમને દર્દીના સ્વાસ્થ્ય અંગે સાંત્વના મળે તે હેતુથી આજથી ‘’કોવિડ-સાથી’’ની મદદથી દર્દી અને તેમના સ્વજનની વચ્ચે વીડિયોકોલ દ્વારા વાતચીત કરાવવાની સેવાનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  અમદાવાદ પૂર્વમાં પ્રથમ કોવિડ કેર સેન્ટર કાર્યરત, ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લીધી મુલાકાત 

ઉલ્લેખનીય છે કે, ધન્વન્તરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની આરોગ્યની સ્થિતિના આધારે પ્રવેશ માટેની પ્રાથમિકતા નક્કી કરવામાં આવે છે. કોવિડ પોઝીટીવ રિપોર્ટ ધરાવતા અને ૯૨થી ઓછું ઓક્સિજન લેવલ ધરાવતા દર્દીઓને જ પ્રવેશ અપાય છે.

ધન્વન્તરી હોસ્પિટલમાં દર્દીને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા માટે સંરક્ષણ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરી પ્રવેશથી માંડીને રજા આપવા સુધીના પ્રોટોકોલ નિર્ધારીત કરાયા છે, જેનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat