Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાની રસી લીધા બાદ 52 લોકોને એલર્જી, એકમાં જોવા મળ્યા ગંભીર લક્ષણો

કોરોનાની રસી લીધા બાદ 52 લોકોને એલર્જી, એકમાં જોવા મળ્યા ગંભીર લક્ષણો

0
54

નવી દિલ્હી: સમગ્ર દેશમાં શનિવારથી કોરોના વૅક્સીનેશનના મહાઅભિયાનની (Coronavirus Vaccination Drive) શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ તબક્કામાં સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે ફ્રન્ટ લાઈન વર્કર્સને વૅક્સીન (Corona Vaccine) આપવામાં આવી. કોરોના વૅક્સીનને (Covid Vaccine) લઈને અનેક સવાલ ઉઠી રહ્યાં હતા કે, તે સુરક્ષિત છે કે કેમ; તેની સાઈડ ઈફેક્ટ કંઈ હશે? 24 કલાક વીત્યા બાદ હવે વૅક્સીન (Corona Vaccine) લેનારા 52 લોકોમાં એલર્જી જોવા મળી છે. જેમાંથી એકની અંદર ગંભીર લક્ષણો જોવા મળ્યાં છે.

એઈમ્સના એક ગાર્ડને સ્વદેશી વૅક્સીન “કોવેક્સીન”નો (Corona Vaccine Covaxin) ડોઝ આપવામાં આવ્યો હતો. જો કે તેને થોડી વારમાં જ એલર્જી થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એઈમ્સના અધિકારીના જણાવ્યા મુજબ, હાલ ગાર્ડને ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે, એઈમ્સમાં શનિવારે કુલ 95 સ્વાસ્થ્ય કર્મચારીઓને કોરોના વૅક્સીન (Covid Vaccine) આપવામાં આવી હતી.

દિલ્હી સરકારના જણાવ્યા મુજબ, અહીં 52 લોકો એવા હતા, જેમનામાં વૅક્સીન (Corona Vaccine) લીધા બાદ એલર્જિક રિએક્શન જોવા મળ્યું હતું. જેમાંથી માત્ર એક જણાની અંદર ગંભીર લક્ષણો જણાયા હતા. દિલ્હીમાં ઓછામાં ઓછા 4,319 હેલ્થ વર્કર્સને કોરોનાની વૅક્સીન (Covid Vaccine) આપવામાં આવી હતી. જ્યારે પહેલા દિવસે 8,117 લોકોને વૅક્સીન આપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ માટે મેગા કનેક્ટિવિટી, PM મોદીએ 8 ટ્રેનોને લીલી ઝંડી બતાવી

નવી દિલ્હી કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા મુજબ, NDMCની ચરક પાલિકા હોસ્પિટલમાં બે સ્વાસ્થ્ય કર્મચારીઓમાં કોરોના વૅક્સીન (Covid Vaccine) લીધા બાદ સામાન્ય એલર્જી થઈ હતી. જો કે તેમને અડધો કલાક સુધી મેડિકલ ઑબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી.

વિશ્વના સૌથી મોટા વૅક્સીનેશન અભિયાન (Coronavirus Vaccination Drive) અંતર્ગત ભારતમાં શનિવારે 1,91,181 સ્વાસ્થ્ય કર્મચારીઓને કોરોના વૅક્સીન (Corona Vaccine) આપવામાં આવી હતી. જો કે પ્રથમ તબક્કામાં સમગ્ર દેશમાં 3 કરોડ લોકોને વૅક્સીન (Covid Vaccine) આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9