Gujarat Exclusive > દેશ-વિદેશ > મોસ્કોની કોલસા ખાણમાં સર્જાયેલી દૂર્ઘટનામાં 52 લોકોએ ગુમાવ્યો જીવ

મોસ્કોની કોલસા ખાણમાં સર્જાયેલી દૂર્ઘટનામાં 52 લોકોએ ગુમાવ્યો જીવ

0
1

રશિયાના કેમેરોવો પ્રદેશમાં કોલસાની ખાણમાં સર્જાયેલી એક દુર્ઘટનામાં કુલ બાવન લોકોના ગુંગળાઇ જવાથી મોત થયા હતા. દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી વિવિધ દુર્ઘટાઓ પૈકી સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવે છે. દુર્ઘટનાની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર લિસ્ટ્વિઝાનિયા ખાણમાં હવે કોઇ બચ્યુ હોવાની શક્યતા નથી.

મોટાભાગના મૃતકોની લાખો હજુ કાટમાળ અને માટીના ઢગલાંઓ હેઠળ દબાયેલી છે. અગાઉ એવો રિપોર્ટ મળ્યો હતો કે આ ખાણની 250 મીટરની ઉંડાઇએ વેન્ટિલેશનમાં રહેલી કોલસી અને તેની રજકણો અને ધૂળના ઢગલામાં આગ લાગવાથી ખુબ મોટા પ્રમાણમાં ધૂમાડો સર્જાતા 11 લોકોના મોત થયા હતા.

સ્થાનિક સત્તાવાલઆના કહેવા મુજબ 38 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જે પૈકી ચાર લોકોની હાલત ખુબ જ નાજૂક છે જ્યારે 13 લોકોને આઉટ પેશન્ટ તરીકે સારવાર આપી રવાના કરાયા હતા. જ્યારે આ ખાણમાં દુર્ઘટના સર્જાઇ ત્યાપરે તેમાં કુલ 285 લોકો કામ કરી રહ્યા હતા પરંતુ તાત્કાલિક બચાવના પગલાં લઇ મોટાભાગના લોકોને ઉપર કાઢી લેવાયા હતા.

રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના સગાંઓ પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરતો શોક સંદેશ પાઠવ્યો હતો. સમગ્ર કેમેરોવો પ્રદેશમાં શુક્રવારથી રવિવાર સુધી ત્રણ દિવસનો શોક જાહેર કરાયો હતો. દેશના સાઇબિરિયા પ્રદેશમાં આવેલી અન્ય એક કોલસાની ખાણમાં પણ દુર્ઘટના સર્જાતા 14 લોકો માર્યા ગયા હોવાનું મનાય છે.

આ ખાણમાં માર્યા ગયેલા લોકોમાં 11 ખાણિયા અને 3 બચાવ ટુકડીના જવાનોનો સમાવેશ થતો હતો. આ ખાણમાં મિથેન ગેસનો પ્રચંડ વિસ્ફોટ થતાં દર્ઘટના સર્જાઇ હતી. જો કે કેમેરોવો પ્રદેશના ગવર્નર સર્ગિ સિવિલ્યોવે કહ્યું હતું કે સાઇબિરિયાની ખાણમાંથવ્બચી ગયેલી એક વ્યક્તિ મળી આવી હતી જેને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમં ખસેડવામાં આવ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat