Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લોકડાઉન દરમિયાન શ્રમિકો સામે નિયમોના ભંગ બદલ દાખલ થયેલા 515 કેસો પરત ખેંચાશે: પ્રદિપસિંહ જાડેજા

લોકડાઉન દરમિયાન શ્રમિકો સામે નિયમોના ભંગ બદલ દાખલ થયેલા 515 કેસો પરત ખેંચાશે: પ્રદિપસિંહ જાડેજા

0
258
  • 208 કેસોનો કોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવ્યો

  • 1000થી વધુ શ્રમિક ટ્રેનો અને અન્ય પરિવહનના માધ્યમથી 24 લાખથી વધુ શ્રમિકોને તેમના વતન મોકલ્યાં

ગાંધીનગર: વૈશ્વિક મહામારીમાં કોરોના અંતર્ગત સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન કરાયું હતું. આ લોકડાઉન દરમિયાન સ્થળાંતર કરતાં શ્રમિકો સામે નિયમોના ભંગ બદલ દાખલ થયેલા કેસો પૈકી 515 કેસો પરત ખેંચવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંપૂર્ણ સંવેદના સાથે શ્રમિકોને સહાયરૂપ થવા આ મહત્વનો નિર્ણય કર્યો હોવાનું તેમણે જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, દેશમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનનો નિર્ણય કર્યો હતો. તે સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જેના પરિણામે કોરોનાના પ્રથમ તબક્કામાં સંક્રમણને રોકવામાં સફળતા મળી હતી.

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત એ આદ્યોગિક રાજય છે ત્યારે દેશભરમાંથી રોજગારી માટે લાખ્ખો પરપ્રાંતિય શ્રમિકો ગુજરાત આવે છે. આ લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય શ્રમિકોને તેમના માદરે વતન જવા માટે પણ રાજય સરકારે કેન્દ્ર સરકારના સંકલનમાં રહીને ખાસ 1000થી વધુ ટ્રેનો અને અન્ય પરિવહનના માધ્યમથી અંદાજિત 24 લાખ જેટલાં શ્રમિકોને વતન મોકલ્યાં હતા. એટલું જ નહીં શ્રમિકોને ભોજન માટે વિનામૂલ્યે રાશન પણ પુરું પાડવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન નિયમોના ભંગ બદલ જે કેસો થયા હતા તે આજે પરત ખેંચવાનો નિર્ણય કરીને શ્રમિકો પ્રત્યેની સંવેદના દાખવી માનવીય ઉમદા કામ અમારી સરકારે કર્યું છે. 515 કેસો હાલની સ્થિતિએ પરત ખેંચવાથી શ્રમિકોને રાહત થશે. અને કાયદાકીય કામગીરીમાં પણ રાહત થશે.

તેમણે જણાવ્યું કે, આ 515 કેસો પરત ખેંચવા માટે જરૂરી પ્રક્રિયા કરવા સારું સંબંધિત પબ્લીક પ્રોસિક્યુટીરને જિલ્લા મેજીસ્ટ્રેટ મારફતે જરૂરી સૂચના આપવામાં આવશે અને સત્વરે નિકાલ પણ કરાશે. આ માટે સંપૂર્ણ તકેદારી પણ રાજય સરકાર દ્વારા રાખવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat