Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના: 24 કલાકમાં 505 નવા કેસ નોંધાયા, કુલ 83ના મોત

કોરોના: 24 કલાકમાં 505 નવા કેસ નોંધાયા, કુલ 83ના મોત

0
110

નવી દિલ્હી: કોરોના વાઈરસના 505 નવા કન્ફોર્મ કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કુલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 3577 થઈ ગઈ છે. આ ઉપરાંત કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા પણ વધીને 83 પર પહોંચી ચૂકી છે. આ અંગેની જાણકારી રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવી છે.

જો કે રાજ્ય સરકાર તરફથી રજૂ કરવામાં આંકડાની સરખામણી કરીને ન્યૂઝ એજન્સી તરફથી શેર કરવામાં આંકડાઓ પ્રમાણ દેશભરમાં કોરોનાના કારણે મૃતકોની સંખ્યા 110 જણાવવામાં આવી છે. આ સાથે જ કોરોનાના કુલ કન્ફોર્મ કેસ 3959 થઈ ચૂક્યાં છે. આ ઉપરાંત 3.6 લોકો સ્વસ્થ થઈને ઘરે પણ જઈ ચૂક્યાં છે.

અગાઉ રવિવારે સવારે રજૂ કરવામાં આવેલ અપડેટમાં 77 મોતની જાણકારી આપવામાં આવી હતી. જ્યારે સાંજે 4 વાગ્યે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે 472 નવા કન્ફોર્મ કેસ અને 11 મોતો શનિવાર બાદ થઈ હોવાની વાત જણાવી હતી.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

15 એપ્રિલથી કેટલીક શરતો સાથે ખુલશે લૉકડાઉન, જાણો કેવી છે સરકારની તૈયારી