નવી દિલ્હી: રૂ. 500 અને રૂ. 2,000ની નોટોનું સર્ક્યુલેશન માર્ચ 2017ના અંતે રૂ. 9.512 લાખ કરોડથી વધીને માર્ચ 2022ના અંત સુધીમાં રૂ. 27.057 લાખ કરોડ થયું છે, એમ નાણા મંત્રાલયે લોકસભામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટાને ટાંકીને જણાવ્યું હતું.
Advertisement
Advertisement
લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મંત્રાલયે એમ પણ કહ્યું કે બેંકોને ઓટોમેટેડ ટેલર મશીન અથવા એટીએમમાં રૂ. 2,000ની નોટ ન રાખવા માટે કોઈ સૂચના આપવામાં આવી નથી.
ભારત રાષ્ટ્ર સમિતિના સાંસદ સંતોષ કુમારે પૂછ્યું હતું કે, ‘શું નોટબંધી બાદ લગભગ 9.21 લાખ કરોડ રૂપિયાની 500 અને 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી છે’ અને ‘શું આ નોટો ફરીથી કાળું નાણું બની જશે’?’
તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે શું આરબીઆઈએ બેંકોને એટીએમ દ્વારા રૂ. 2,000 મૂલ્યની નોટો વિતરિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
તેના લેખિત જવાબમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, “રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના વાર્ષિક અહેવાલ મુજબ, માર્ચ 2017 ના અંતમાં 500 અને 2000 રૂપિયાના મૂલ્યની બેંક નોટોનું કુલ મૂલ્ય 9.512 લાખ કરોડ રૂપિયા હતું. જે માર્ચ 2022 ના અંત સુધીમાં આ મૂલ્યોની બેંક નોટોનું કુલ મૂલ્ય રૂ. 27.057 લાખ કરોડ હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ‘એટીએમમાં 2000 રૂપિયાની નોટ ન રાખવા માટે બેંકોને કોઈ સૂચના આપવામાં આવી નથી’. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “બેંકો ભૂતકાળના વપરાશ, ગ્રાહકની જરૂરિયાત, સમય જતાં વલણ વગેરેના આધારે એટીએમ માટે રકમ અને મૂલ્ય વર્ગની જરૂરિયાતનું પોતાનું મૂલ્યાંકન કરે છે.”
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “IBIના વાર્ષિક અહેવાલ મુજબ, વર્ષ 2019-20 થી રૂ. 2000 મૂલ્યની બેંક નોટોના પુરવઠાની કોઈ માંગ કરવામાં આવી નથી.”
Advertisement