Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > બાંગ્લાદેશે કેવી રીતે પોતાનો વિકાસ કરીને દુનિયાને ખોટી સાબિત કરી દીધી?

બાંગ્લાદેશે કેવી રીતે પોતાનો વિકાસ કરીને દુનિયાને ખોટી સાબિત કરી દીધી?

0
86

વર્ષ 1971માં જ્યારે બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું તો ત્યાં દુનિયાભરની પ્રાકૃતિક મુશ્કેલીઓની સાથે-સાથે અર્થવ્યવસ્થા પણ એક નાજૂક તબક્કામાંથી પસાર થઈ રહી હતી.

તેના પાછળ અનેક કારણો પણ હતા. વધુ પડતી વસ્તીની સંખ્યા, ઓછું સાક્ષરતા દર, પારાવાર ગરીબી, સીમિત પ્રાકૃતિક સંસાધનો અને ખુબ જ ઓછી સંખ્યામાં ઉદ્યોગોનો પડકાર હતો.

અનેક લોકોના મનમાં તે પ્રશ્ન ઉભા થતા હતા કે શું બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાજ્યના રૂપમાં જીવંત રહી શકશે કે નહીં.

એક સમય હતો કે, અમેરિકાના વિદેશ મંત્રી રહેલા હૈનરી કિસિંજરે ભવિષ્યવાણી કરી હતી કે, બાંગ્લાદેશ એક એવો દેશ બનીને રહી જશે જે પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે કરી શકશે નહીં અને તે અન્યોની સહાયતા પર નિર્ભર બનીને રહી જશે.

પરંતુ બાંગ્લાદેશ આ વર્ષે પોતાની આઝાદીની 50મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે, તેની આર્થિક સફળતાના ઉદાહરણ આપવામાં આવી રહ્યાં છે. પાછલા પચાસ વર્ષમાં આ દેશમાં શું બદલાયું અને આ પરિવર્તન કેવી રીતે શક્ય બન્યું તેના પાછળ એક લાંબી સ્ટોરી છે.

અહેસાનુલ્લાની સ્ટોરી

બાંગ્લાદેશની આર્થિક પ્રગતિને સમજવા માટે બાંગ્લાદેશના નાગરિક અહેસાનુલ્લાહની સ્ટોરી જાણીશું અને તેની કહાણી જ તે પ્રશ્નોના જવાબ શોધવામાં આપણી મદદ કરશે.

જ્યારે બાંગ્લાદેશ આઝાદ થયું તો મુંશીગંજ જિલ્લાનો અહેસાનુલ્લા 16 વર્ષનો હતો. તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હતુ અને તેના પાસે કોઈ જમીન અથવા પૈસા પણ નહતા.

અહેસાનુલ્લા બીજા લોકોના ખેતરોમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ આજે તે પોતાના વિસ્તારમાં એક અમીર વ્યક્તિના રૂપમાં ઓળખાય છે.

આજે 18 એકરમાં બટાટાની ખેતી ઉપરાંત, તે અલગથી બટાકાના બિયારણનો પણ ધંધો કરે છે. બાંગ્લાદેશના અનેક જિલ્લાઓમાં તેમના બિયારણની સપ્લાય થાય છે.

અહેસાનુલ્લાહ જણાવે છે કે, “મેં ખેતી માટે કેટલાક પ્લોટ ભાડે લીધા હતા. અહીંથી જ મારી સ્ટોરી શરૂ થાય છે. તે સમયે લોકો માત્ર ચોખા, સરસવ અને ઘઉંનું વાવેતર કરતાં હતા. પરંતુ 80ના દશકામાં મેં બટાકાની ખેતી શરૂ કરી. મેં બટાકાની નવી જાતોની શરૂઆત કરી અને આધુનિક ખાતરોનો ઉપયોગ કર્યો. મારૂ ઉત્પાદન અન્યોની સરખામણીમાં વધારે હતો અને નફો વધી રહ્યો હતો. મારી નાણાકીય સ્થિતિ પ્રતિદિવસ સુધરવા લાગી.”

પાછલા વર્ષોમાં અહેસાનુલ્લાએ પોતાની નાણાકીય સ્થિતિને બદલી નાંખી. પરંતુ તે માત્ર અહેસાનુલ્લાની સ્ટોરી નહતી, પરંતુ દેશના આખા કૃષિ ક્ષેત્રની પણ સ્ટોરી છે. પાછલા અનેક દશકાઓમાં બાંગ્લાદેશના કૃષિ ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન થયા છે.

ક્યારેક પરંપરાગત રૂપથી ચોખા, ઘઉ, મકાઈ અને બટાકાનું ઉત્પાદન કરનાર દેશ હવે શિમલા મિર્ચ, ડ્રેગન ફ્રૂટ અને સ્ટોબેરી જેવી નવા પાકોની ખેતી કરી રહ્યું છે. તેથી અનેક ખેડૂતોની સ્થિતિમાં સુધારો થયો છે.

આજે બાંગ્લાદેશ ભોજનના મામલામાં આત્મનિર્ભર છે. આ તે સમયની સ્થિતિથી ખુબ જ અલગ છે, જ્યારે આઝાદીના સમયે બાંગ્લાદેશમાં ખાદ્યાન્નની તંગી સામાન્ય વાત હતી. વર્ષ 1974ના દુકાળે પૂર્વ બાંગ્લાદેશમાં લાખો લોકોના જીવ લઈ લીધા હતા.

બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા અમોઘ પરિવર્તન કેવી રીતે આવ્યા?

આઝાદીના સમયના બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાના આંકડાઓ જોઈએ તો કેટલીક ચીજો સ્પષ્ટ થશે. સત્તાવાર આંકડાઓ અનુસાર, સિતેરના દશકામાં બાંગ્લાદેશનું ઉત્પાદન દર 3.6 ટકા હતો. પ્રતિવ્યક્તિ આવક 129 ડોલર હતી. ગરીબીનો દર 60 ટકા હતો અને બાંગ્લાદેશને નિકાસથી થનાર આવક માત્ર 29.7 કરોડ ડોલર હતી.

આજે પચાસ વર્ષ પછી બાંગ્લાદેશ નિકાસમાં અરબો ડોલર કમાવી રહ્યું છે. વર્ષ 2020માં બાંગ્લાદેશે 39.6 અરબ ડોલરની કમાણી કરી. કોરોના મહામારી દરમિયાન જ્યાં અનેક દેશોની અર્થવ્યવસ્થા સંકોચાઈ રહી હતી, બાંગ્લાદેશની જીડીપી 5.24 ટકાના સ્વસ્થ દર સાથે આગળ વધી.

સિતેરના દશકાની સરખામણીમાં આજે પ્રતિ વ્યક્તિની આવક 18 ગણી વધારે વધી ચૂકી છે. વર્ષ 2020માં આ 2017 ડોલર સુધી પહોંચી ગઈ છે. ગરીબી દર ઘટીને 20.5 ટકા થઈ ગઈ છે.

હાલમાં જ સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચના આવેલા રિપોર્ટમાં બાંગ્લાદેશ વિશે અનુમાન લગાવવામા આવ્યું છે કે, વર્ષ 2035 સુધી તે દુનિયાની 25મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આ એક ગરીબ દેશની વિકાસશીલ દેશ બનવાની યાત્રા છે.

વર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્રના બાંગ્લાદેશને સૌથી ઓછા વિકસિત દેશોમાંથી એકના રૂપમાં સૂચીબદ્ધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, વિકાસશીલ દેશ હોવાની ત્રણ શરતો છે. વર્ષ 2018માં બાંગ્લાદેશે પ્રથમ વખત આ ત્રણેય શરતોને પૂરી કરી અને 2021માં બાંગ્લાદેશે એક વખત ફરીથી આ શરતોને પૂરી કરી.

સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક મામલાઓના કાર્યાલય અનુસાર, જો કોઈ દેશ દર ત્રણ વર્ષે થનાર આ સર્વેક્ષણમાં સતત બે વખત નિર્ધારિત માપદંડોને પૂરા કરે છે, તો તેને સૌથી ઓછા વિકસિત દેશોની સૂચીમાંથી હટાવીને વિકાસશીલ દેશોના લિસ્ટમાં જોડવામાં આવે છે.

બાંગ્લાદેશની રેન્કિંગમાં પરિવર્તનના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને માત્ર તેની સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે.

આ ત્રણ શરતોમાંથી પ્રથમ માથાદીઠ આવક સૂચકાંક છે, બીજી આર્થિક સ્થિરતા સૂચકાંક અને ત્રીજી માનવ વિકાસ સૂચકાંક છે.

સંયુક્ત રાષ્ટ્રના માપદંડોને પૂરા કરવા માટે પ્રતિ વ્યક્તિ ઓછામાં ઓછી આવક 230 ડોલર હોવી જોઈએ. આર્થિક સ્થિરતાના માપદંડને પૂરો કરવા માટે 100માંથી 32થી ઓછા પોઈન્ટ હોવા જોઈએ. બાંગ્લાદેશનો સ્કોર આ બાબતમાં 25.2 ટકા છે. માનવ વિકાસની બાબતોમાં તમારો સ્કોર 66થી વધારે હોવો જોઈએ. બાંગ્લાદેશનો સ્કોર હાલના સમયે 73.2 ટકા છે.

પરંતુ આ માપદંડો પર બાંગ્લાદેશની પ્રગતિ કેવી રીતે થઈ?

આર્થિક વૃદ્ધિના સંદર્ભમાં બાંગ્લાદેશની નિકાસ આવક પાછલા કેટલાક દશકાઓથી વધી રહી છે. વિદેશોમાં કામ કરનારા બાંગ્લાદેશીઓ દ્વારા મોકલવામાં આવનાર પૈસા પણ વધ્યા છે. કૃષિ અને ઉદ્યોગ બંને વિકસિત થયા છે અને પ્રાથમિક માળખામાં સુધારો થયો છે.

બાંગ્લાદેશનો આર્થિક વિકાસ મોટાભાગે સીમાન્ત સ્તર પર લાખો લોકોને રોજગાર, ઉત્પાદન અને નિકાસમાં સુધારાઓના કારણે થયો છે. શરૂઆતમાં કૃષિ ક્ષેત્રે આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી પરંતુ 1980ના દશકા પછી ઉદ્યોગોએ એક મહત્વપૂર્ણ સ્થાન લઈ લીધો છે.

ખાસ કરીને રેડીમેડ ટેક્સટાઇલ ઉદ્યોગએ રોજગાર નિર્માણ અને નિકાસ બંનેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બાંગ્લાદેશની નિકાસ આવક 83 ટકા આ સેક્ટરમાંથી જ આવે છે.

બાંગ્લાદેશની ગરીબીને ભગાડવામાં કાપડ ઉદ્યોગનો મોટો ફાળો

સુલ્તાનાની એક સ્ટોરી દ્વારા જાણીએ કે બાંગ્લાદેશમાં ગરીબીનો દર કેવી રીતે ઘટ્યો છે.

કપડા ઉદ્યોગ લાખો લોકોને રોજગાર આપે છે, જેમાં મોટાભાગની મહિલાઓ છે. સુલ્તાના તેમાંથી એક છે. તે ઢાકા પાસે એક ફેક્ટરીમાં કામ કરે છે. તે છ વર્ષ પહેલા અહીં આવી હતી.

સુલ્તાનાનું કહેવું છે કે, એક કપડાના કારખાનામાં કામ કરવાથી તેના પરિવારની ગરીબી દૂર થઈ છે.

તે જણાવે છે, “જ્યારે હું ગામમાં હતી, તો મારા પિતા માટે પરિવારનું ગુજરાન ચલાવવું અસંભવ હતું. પછી હું ઢાકા આવી ગઈ અને એક કપડાના કારખાનામાં નોકરી કરવા લાગી. સાત વર્ષ પછી આજે મારો પરિવાર સારી સ્થિતિમાં છે અને હું તેમને દર મહિને પૈસા મોકલું છું. મેં જમીન ખરીદી છે, ગાય અને ભેંસ ખરીદી છે અને ભવિષ્ય માટે પૈસા બચાવ્યા છે.”

સુલ્તાનાની એક પુત્રી પણ છે. તેઓ કહે છે કે, તેમનું લક્ષ્ય ભવિષ્યમાં તેમની પુત્રીને શિક્ષિત કરવાનો છે. તેઓ ભવિષ્યમાં પોતાના ગામમાં પરત ફરવા ઈચ્છે છે. તેઓ જણાવે છે, “મેં કેટલાક પૈસા બચાવ્યા છે અને આવનાર સમયમાં બચતમાં વધારો થશે. હું ગામમાં પરત જવા માંગુ છું. ત્યાં પશુપાલન કરીશ અને એક દુકાન ખોલીશ. હું પોતાના માટે કંઈક કરવાની કોશિશ કરીશ.”

માનવ સંસાધન વિકાસ સૂચકાંક

આર્થિક વિકાસ ઉપરાંત, બાંગ્લાદેશે માનવ વિકાસના માપદંડ ઉપર પણ મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. આ સંબંધમાં બાળકો અને માતાઓનું સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે.

સત્તાવાર આંકડાઓ અનુસાર, 1974માં દેશમાં પેદા થયેલા 1000 બાળકોમાંથી 153ના મૃત્યું થઈ જતા હતા. વર્ષ 2018માં આ સંખ્યા ઘટીને માત્ર 22 રહી ગઈ છે.

વર્ષ 1991માં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુ દર એક હજારે 212 હતી. વર્ષ 2018માં આ સંખ્યા 29 હતી.

વર્ષ 1981માં માતૃ મૃત્યુ દર 4.6 ટકા હતી. વર્ષ 2018માં આ 1.79 ટકા રહ્યું ગયું.

બાંગ્લાદેશમાં કૂપોષણ અને માતૃ સ્વાસ્થ્યના મુદ્દાને દૂર કરવા માટે ગૈર-સરકારી સંગઠનો અને સ્વાસ્થ્ય સંગઠનોએ ખુબ જ મોટું યોગદાન આપ્યું છે. આ સંગઠનોએ છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં જાગૃત્તા વધારવાની કોશિશ કરી છે અને સરકારની સાથે નાણાકીય સહાયતા પ્રદાન કરવાનું કામ પણ કર્યું છે.

એક સમય હતો, જ્યારે તેવું કહેવામાં આવ્યું હતુ કે, મદદ વગર અને લોન વગર બાંગ્લાદેશમાં કોઈ જ કામ કરી શકશે નહીં પરંતુ આજે તે જ દેશ પોતાના સંસાધનોથી ત્રણ અબજ ડોલરના ખર્ચે પદ્મા નદી પર રોડ-રેલ બ્રિજ બનાવી રહ્યો છે.

સૌથી ઓછો વિકસિત દેશોમાંથી વિકાસશીલ દેશોની શ્રેણીમાં આવવું કદાચ 50 વર્ષોમાં બાંગ્લાદેશની સૌથી મોટી ઉપલબ્ધિ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat