Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, અરવલ્લીમાં કોંગ્રેસના 50 કાર્યકર AIMIMમાં જોડાયા

ગુજરાતની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, અરવલ્લીમાં કોંગ્રેસના 50 કાર્યકર AIMIMમાં જોડાયા

0
99
  • 28 ફેબ્રુઆરીએ મોડાસા નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠક માટે મતદાન  Congress workers joined AIMIM

ગાંધીનગર: હૈદરાબાદના સાંસદ અને AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઓવૈસીની જાહેરાત બાદ કોંગ્રેસમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અરવલ્લીમાં કોંગ્રેસના નગરસેવક સહિત 50 કાર્યકરો AIMIMમાં જોડાયા હતા. મહત્વપૂર્ણ છે કે 28 ફેબ્રુઆરીએ રાજ્યમાં નગરપાલિકા-તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે.  Congress workers joined AIMIM 

AIMIMએ કોંગ્રેસના ગઢમાં પાડ્યુ ગાબડુ

અરવલ્લીના મોડાસામાં AIMIM ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડ્યુ છે. 5 અપક્ષ નગરસેવક સહિત 50 કોંગ્રેસના કાર્યકર ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમિન (AIMIM)માં જોડાયા છે. કોંગ્રેસના વધુ કાર્યકર આ પાર્ટીમાં જોડાય તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે AIMIMના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવેલા સાબીર કાબલીવાલા પણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે. Congress workers joined AIMIM 

મોડાસા નગરપાલિકાનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો

AIMIM સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતા મોડાસા નગરપાલિકાનો ચૂંટણી જંગ રસપ્રદ બની ગયો છે. ભાજપ-કોંગ્રેસ સિવાય AIMIM પણ ચૂંટણીના મેદાનમાં આવી ગઇ છે. મોડાસા નગરપાલિકા ભાજપના હાથમાં હતી. ભાજપે 5 અપક્ષના કોર્પોરેટરની મદદથી સત્તા મેળવી હતી. જોકે, હવે 5 અપક્ષના કોર્પોરેટર AIMIM જોડાતા આ ચૂંટણી જંગ રસપ્રદ બની ગયો છે.  Congress workers joined AIMIM 

આ પણ વાંચો: AIMIMના અધ્યક્ષ ઓવૈસી આવશે ગુજરાત, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો

મોડાસામાં 25 વર્ષથી ભાજપનું શાસન

મોડાસામાં છેલ્લા 25 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે. આ વખતની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ ચૂંટણીના મેદાનમાં છે. મોડાસા નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકની ચૂંટણીમાં 1 બેઠક અનુસુચિત જાતિ સ્ત્રી, 1 બેઠક આદીજાતી સ્ત્રી, બે બેઠક પછાત વર્ગ સ્ત્રી અને સામાન્ય સ્ત્રીની 14 બેઠકો મળી કુલ 18 બેઠકો સ્ત્રીઓ માટે નિયમ મુજબ અનામત કેટેગરીમાં ફાળવવામાં આવી છે. જ્યારે 15 બેઠકો સામાન્ય ઠરાવાઇ છે.  Congress workers joined AIMIM 

અરવલ્લીના મોડાસા શહેર કોંગ્રેસમાં ગાબડુઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, 250 જેટલા કોંગી કાર્યકરો AIMIMમાં જોડાયાં

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9