Gujarat Exclusive > દેશ-વિદેશ > બંગાળમાં 8 તબક્કામાં યોજાશે મતદાન, 2 મેએ પરિણામ જાહેર થશે

બંગાળમાં 8 તબક્કામાં યોજાશે મતદાન, 2 મેએ પરિણામ જાહેર થશે

0
92

નવી દિલ્હી:  મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. કેરળ-તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશમાં 6 એપ્રિલે મતદાન યોજાશે. આસામમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાશે જ્યારે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે.

આસામમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાશે. 5 રાજ્યની ચૂંટણીના પરિણામ 2 મેએ જાહેર કરવામાં આવશે.

  •  આસામમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાશે
  •  આસામમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચે યોજાશે
  •  કેરળમાં એક તબક્કામાં 6 એપ્રિલે મતદાન યોજાશે
  • તમિલનાડુમાં એક તબક્કામાં 6 એપ્રિલે મતદાન યોજાશે.
  • પોડિચેરીમાં એક તબક્કામાં  6 એપ્રિલે  મતદાન યોજાશે
  •  પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે
  • પશ્ચિમ બંગાળમાં 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન

પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન: 27 માર્ચે પ્રથમ તબક્કા, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ, 29 એપ્રિલ

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યુ કે, કોરોનાને ધ્યાનમાં રાખતા વિધાનસભાની ચૂંટણી યોજાશે.કોરોના ગાઇડલાઇનનું પાલન થશે. કોરોના યોદ્ધાઓને સલામ.આસામ પછી બંગાળનો પ્રવાસ કર્યો. રાજ્યમાં તમામ ચૂંટણી અધિકારીઓ સાથે વાત કરી. પાંચ પ્રદેશના પોલિંગ બુથનો પ્રવાસ કર્યો. 5 રાજ્યની 824 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.18 કરોડથી વધુ મતદારો મતદાન કરશે.મતદાનનો સમય 1 કલાક વધુ હશે.તમામ ચૂંટણી અધિકારીઓને કોરોના રસી આપવામાં આવશે. ઉમેદવારીપત્ર ઓનલાઇન ભરી શકાશે.

ECના મહત્વની વાતો

  • બંગાળ સહિત બીજા રાજ્યમાં CRPF તૈનાત થશે
  •  તહેવાર અને પરીક્ષાના દિવસે મતદાન નહી થાય
  •  ચૂંટણી પંચે ટોલ ફ્રી નંબર 1950 જાહેર કર્યો
  •  ઓનલાઇન વોટર કાર્ડ પણ કાઢી શકાશે
  • પોડીચેરીમાં એક બેઠક પર 22 લાખ સુધી ખર્ચ કરી શકાશે

પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો પર ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં અત્યારે તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે. 2016ની ચૂંટણીમાં TMCને 211 બેઠક મળી હતી. લેફ્ટ અને કોંગ્રેસનું ગઠબંધન 76 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતું. આ વખતે રાજ્યમાં પુરી તાકાત લગાવી રહેલી ભાજપને માત્ર 3 બેઠક મળી હતી. અન્યના ખાતામાં 4 બેઠક આવી હતી.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 42માંથી 18 બેઠક જીતી હતી. માટે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ પુરૂ જોર લગાવી દીધુ છે. આ વખતની ચૂંટણી TMC Vs BJP થઇ ગઇ છે. અહી કોંગ્રેસ, લેફ્ટ અને ઇન્ડિયન સેક્યુલર ફ્રંટ વચ્ચે ગઠબંધન છે. ફુરફુરા શરીફની ઇન્ડિયન સેક્યુલર ફ્રંટને 30 બેઠક આપવામાં આવી છે.

આસામમાં 126 બેઠક પર ચૂંટણી

ગત વખતે એટલે કે 2016માં અહી ભાજપની સરકાર બની હતી, તેણે 86 બેઠક મળી હતી. કોંગ્રેસને 26 અને AIUDFને 13 બેઠક મળી હતી.અન્ય પાસે 1 બેઠક હતી.

તમિલનાડુમાં 234 વિધાનસભા બેઠક

અહી 134 બેઠક જીતીને AIDMK ગઠબંધને સરકાર બનાવી હતી. DMK અને કોંગ્રેસ ગઠબંધનને 98 બેઠક મળી હતી.

કેરળમાં 140 બેઠક પર લડાઇ

દેશમાં લેફ્ટના અંતિમ ગઢ બનેલા કેરળમાં 140 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. અહી લેફ્ટ પાર્ટીઓ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર છે. લેફ્ટની 91 અને કોંગ્રેસની 47 બેઠક છે. ભાજપ અને અન્યના ખાતામાં 1-1 બેઠક છે.

પોડીચેરીમાં 30 વિધાનસભા બેઠક

કેન્દ્ર શાસિત પ્રદેશમાં પોડીચેરીમાં 30 બેઠક છે. અહી વિધાનસભામાં 3 નામિ સભ્ય હોય છે. અહી અત્યાર સુધી કોંગ્રેસ ગઠબંધન ધરાવતી સરકાર હતી પરંતુ ગત અઠવાડિયે જ કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી હતી, જેને કારણે સરકાર લઘુમતીમાં આવી ગઇ હતી. CM નારાયણ સામીએ રાજીનામુ આપવુ પડ્યુ હતું. અહી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

2016માં કોંગ્રેસે અહી 19 બેઠક જીતી હતી. AINRC, AIADMKએ 4-4 બેઠક જીતી હતી. ભાજપના 3 સભ્ય હતા. ગત અઠવાડિયે કોંગ્રેસના 7 સભ્યોએ રાજીનામું આપી દીધુ હતું. જેનાથી અહી સરકાર પાસે માત્ર 12 ધારાસભ્ય બચ્યા હતા અને ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસ બહુમત સાબિત કરી શકી નહતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat