Gujarat Exclusive > દેશ-વિદેશ > વિશ્વભરમાં કોરોનાવાયરસના 5 લાખ કેસ, આ 10 દેશોમાં સૌથી વધુ કહેર

વિશ્વભરમાં કોરોનાવાયરસના 5 લાખ કેસ, આ 10 દેશોમાં સૌથી વધુ કહેર

0
547

કોરોનાવાયરસ મહામારીથી વિશ્વભરમાં સંક્રમિત લોકોની સંખ્યા લગભગ 5 લાખ થઈ ગઈ છે. ચીનથી શરૂ થયેલ આ મહામારી આજે વિશ્વના લગભગ દરેક દેશમાં ફેલાઈ ગઈ છે. ચીનમાં સંક્રમણ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પણ યૂરોપ અને અમેરિકામાં કોરોનાવાયરસે તબાહી મચાવી છે. ઈટાલીમાં જ્યાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 7000 પાર કરી ગઈ છે, આ ઉપરાંત સ્પેનમાં પણ આ સંક્રમણે 4000થી વધુ લોકોનો ભોગ લીધો છે.

અમે અહીં એ 10 દેશો વિશે જણાવી રહ્યા છે, જ્યાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા અને તેનાથી થનાર મોતોની સૌથી વધુ છે.

ચીન- કુલ કેસ 81,285, કુલ મોત 3287

ઈટાલી- કુલ કેસ 74,386, કુલ મોત 7,503

અમેરિકા- કુલ કેસ 86,802, કુલ મોત 1,037

સ્પેન- કુલ કેસ 56,188, કુલ મોત 4,089

જર્મની- કુલ કેસ 39,572, કુલ મોત 224

ઈરાન- કુલ કેસ 29,406, કુલ મોત 2,234

ફ્રાન્સ- કુલ કેસ 29,406, કુલ મોત 1,331

સ્વિટઝરલેન્ડ- કુલ કેસ 11,316, કુલ મોત 171

યૂકે- કુલ કેસ 9,529, કુલ મોત 465

સાઉથ કોરિયા- કુલ કેસ 9,241, કુલ મોત 131

આ આંકડા https://www.worldometers.info/ મુજબ 26 માર્ચ 7.30 કલાક સુધીના છે.


સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 655 મોત

સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસથી 655 લોકોના મોત થયા છે. જોકે, આ આંકડા 24 માર્ચથી ઓછા છે, જ્યારે એક દિવસમાં 738 લોકોના મોત થયા હતા.

દેશની રાજધાની મેડ્રિડમાં કોરોનાવાયરસના કારણે 2000થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. મેડ્રીડમાં લોકોની સંખ્યા 17,000 પહોંચી ચુંકી છે. સમગ્ર દેશમાં 14 માર્ચથી લોકડાઉન રાખવામાં આવ્યુ છે. સંસદે હવે તેને 11 એપ્રિલ સુધી વધારવાની મંજૂરી આપી છે.

 

એક બાજુ મોટાભાઈનું અવસાન થયું, બીજી તરફ ખાકીની ફરજ… સલામ છે આ PSIને