Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતની 5 લાખ મહિલાઓ હેન્ડ વૉશ કરીને સ્વચ્છતાનો લેશે સંકલ્પ

ગુજરાતની 5 લાખ મહિલાઓ હેન્ડ વૉશ કરીને સ્વચ્છતાનો લેશે સંકલ્પ

0
100

ગાંધીનગર: મહાત્મા ગાંધીની જન્મ જયંતી (Gandhi Jayanti) અને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ (Swachhta Diwas) નિમિત્તે શુક્રવારે ગુજરાતની 5 લાખ કરતાં વધુ મહિલાઓ એક સાથે હેન્ડ વૉશ (Hand Wash) કરીને સ્વચ્છતા માટે સંકલ્પબદ્ધ થશે.

આ અંગે વધુ વિગતો આપતા રાજ્યના મહિલા અને બાળ-કલ્યાણ મંત્રી ગણપત વસાવાએ (Ganpatsinh Vasava) જણાવ્યું કે, આ નવો દ્રષ્ટિકોણ દેશને નવી રાહ ચિંધશે. શુક્રવારે સ્વચ્છતાં દિન (Swachhta Din)પર મહાત્મા ગાંધીને (Mahatma Gandhi) શ્રદ્ધાંજલિ આપવા માટે મહિલા અને બાળ-કલ્યાણ વિભાગ તરફથી અનેક કાર્યક્રમો યોજાશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) આંગણવાડી કાર્યાલય અને બ્લૉક કાર્યાલયના નવનિર્મિત ભવનોનું ઈ-લોકાર્પણ અને ભૂમિ પૂજન કરશે.

આ સિવાય આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને લાવવાનું કામ કરનારા તેડાગર મહિલાઓ અને આંગણવાડી કાર્યકર્તાઓને તેમના ઉત્તમ કામ માટે “માતા યશોદા એવોર્ડ”નું વિતરણ કરવામાં આવશે. આ એવોર્ડની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) કરી હતી. જે દર વર્ષે આવા કાર્યકર્તાઓને આપવામાં આવે છે.

આ પણ વાંચો: હાથરસની ઘટના પર હાઈકોર્ટ સખ્ત, યોગી સરકારને ફટકારી નોટિસ

મંત્રી વસાવાએ વધુમાં જણાવ્યું કે, ‘નંદઘર’માં બાળકો માટે પીવાના પાણી, શૌચાલય સહિત તમામ સુવિધાઓ વિક્સીત કરવામાં આવી છે. રાજ્ય સરકારે ‘નંદઘર’ની પ્રાથમિક સુવિધાના ટ્રેકિંગ માટે એપ્લિકેશન પણ તૈયાર કરી છે. આ એપ્લિકેશનનું પણ મુખ્યમંત્રી રૂપાણી ઈ-લૉન્ચિંગ કરશે.

આજથી રાજ્યમાં ‘નળ થી જળ’ યોજનાનો પ્રારંભ
CM રૂપાણી શુક્રવારે ‘બાપુ’ની 151મીં જયંતી પર કીર્તિ મંદિર પોરબંદરમાં સવારે 8 વાગ્યે આયોજિત સર્વધર્મ પ્રાર્થનામાં વીડિયો કોન્ફરન્સના માંધ્યમથી ગાંધીનગરથી ભાગ લેશે અને રાષ્ટ્રપિતાને (Father Of The Nation) શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

જ્યારે રાજ્યના પાણી પૂરવઠા વિભાગ તરફથી મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ઉપરાંત આણંદ, મહેસાણા અને ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારોમાં “જલ જીવન મિશન” (Jal Jivan Mission) અંતર્ગત “નળ થી જળ” કાર્યક્રમ યોજાશે. જેમાં 100 ટકા (તમામ ઘરો)ને નળથી શુદ્ધ પાણી પહોંચાડવાની મહત્વની યોજના સવારે 9:30 કલાકે મુખ્યમંત્રી વીડિયો કૉન્ફરન્સથી પ્રારંભ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કેબિનેટના અન્ય મંત્રીઓ અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહેશે.