આજકાલની ભાગદોડ ભરેલી લાઇફને સરળ અને આસાન બનાવવા માટે ઘણા ગેજેટ્સ અને ઇક્વિપમેન્ટ્સ છે, જેનો લગભગ દરરોજ ઉપયોગ થાય છે. તેમાંથી એક છે ફ્રિજ, જેમાં આપણે રોજ કેટલુ ખાવાનું સામાન રાખીએ છીએ અને પછી બીજા દિવસે આ ફૂડ્સને ગરમ કરીને ખાઇ લઇએ છીએ. તાજા ભોજન બનાવીને ફ્રિઝમાં મુકીએ છીએ અને પછી સાંજે તેને ગરમ કરીને ખાઇએ છીએ. ભલે આ ટેવ નૉર્મલ લાગતી હોય પરંતુ તેનાથી સ્વાસ્થ્યને વધુ ખતરો રહે છે. ભોજનને ફરી ગરમ કરીને ખાવાની આદત રાખો છો તો જાણી લો કે આ ફૂડ્સને ગરમ કરીને ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
Advertisement
Advertisement
ફરી ગરમ કરીને ના ખાવ આ ફૂડ્સ
બટાકા
લગભગ દરેક શાકભાજીમાં બટાકા સામેલ રહે છે તો કેટલીક વખત માત્ર બટાકાનું શાક જ ઘરમાં બનાવવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, બટાકાને ફરી ગરમ કરીને ના ખાવા જોઇએ. પાકેલા બટાકાને રૂમમાં ટેમ્પરેચર પર રાખવામાં આવે છે તો આ બેક્ટેરિયા ઉભા કરવા લાગી જાય છે. એવામાં તેમણે ફરી ગરમ કરીને ખાવાથી નુકસાન થાય છે. પાકેલા અથવા ઉકાળેલા બટાકામાં ક્લોસ્ટ્રીડિયમ બોટુનલિનમ નામના બેક્ટેરિયા પેદા થાય છે જે શરીરને નુકસાન પહોચાડે છે.
ઇંડા
ઇંડાને ખાવા મામલે એવી સલાહ આપવામાં આવે છે કે તેને પકાવીને તુરંત ખાવા જોઇએ. ઇંડામાં નાઇટ્રોજનની માત્રા ઘણી વધારે હોય છે જે ગરમ થવા નાઇટ્રોજન કાર્સિનોજેનિક પદાર્થ પેદા કરવા લાગે છે. જો તમે ઇંડાને ફરી ગરમ કરીને ખાવ છો તો કેન્સરનો ખતરો વધારે રહે છે.
ચોખા
ચોખા તો લગભગ દરેક ઘરમાં બને છે. ચોખા 24 કલાક સુધી ફ્રેશ રહે છે. જો તમારી ટેવ પણ વાસી ચોખાને દાળ સાથે ખાવાની છે તો તેને બંધ કરી દો. ચોખાને ફરી ગરમ કરીને ખાવાથી ફૂડ પોઇઝનિંગનો ખતરો રહે છે.
ચિકન
ચિકનને ફરી ગરમ કરવા પર તેનું પ્રોટીન જતુ રહે છે અને તે ઝેરીલુ રૂપ લેવા લાગે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. માંસાહારી ભોજન પસંદ કરો છો તો ધ્યાન રાખો કે ક્યારેય ચિકન, માછલી કે માંસને ફરી ગરમ ખાવાની ભૂલ ના કરો.
મશરૂમને ફરી ગરમ ના કરો
મશરૂમનું શાક પસંદ છે તો એક વખત પકાવીને ખાદ્યા બાદ ફરી ખાવા માટે ફ્રિઝમાં ના મુકો. મશરૂમમાં મિનરલ્સ અને પ્રોટીન સારી માત્રામાં હોય છે, તેમણે ફરી ગરમ કરવાથી પ્રોટીન નષ્ટ થઇ જાય છે અને આ ઝેરીલુ બનીને પાચન ક્રિયાને પ્રભાવિત કરવા લાગે છે.
Advertisement