Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > જુનાગઢનો પ્રખ્યાત યુટ્યૂબર ધવલ દોમડિયા સહિત જુગાર રમતા 5 ઝડપાયા

જુનાગઢનો પ્રખ્યાત યુટ્યૂબર ધવલ દોમડિયા સહિત જુગાર રમતા 5 ઝડપાયા

0
257

જન્માષ્ટમીના તહેવારમાં પોલીસ દ્વારા અઢળક જુગારીઓને ઝડપી પાડવામાં આવતા હોય છે. જન્માષ્ટમીના પર્વના આગમને લઈ પોલીસ પહેલાથી જ તમામ પ્રકારની તૈયારીઓ કરી લે છે અને તમામ જુગારના અડ્ડાઓ પર વોચ રાખતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પોલીસે ત્રણ ઠેકાણે દરોડા પાડ્યા હતા. આ દરોડ જુનાગઢ, જામનગર અને કચ્છમાં પાડ્યા હતા,જેમાં કોમેડિયન અને પોપ્યુલર યુટ્યુબર ધવલ દોમડિયાને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો.

જુનાગઢ એલસીબીને મળેલ બાતમી અનુસાર, તેઓએ એક રહેણાક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. જુનાગઢ એલસીબીએ આ દરોડામાં રોકડ,મોબાઈલ સહિત 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં યુટ્યુબર ધવલ દોમડીયા પણ જુગાર રમી રહ્યો હોવાથી તેની પણ ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: વર્દીમાં ના હોત તો આરોગ્ય મંત્રીના પુત્રનાં પ્રાઇવેટ પાર્ટ તોડી નાખત : સુનિતા

જામનગરમાં પણ શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમા ખીલી છે. જામનગર શહેર-જિલ્લામાંથી કુલ 66 જુગારીઓ રમતા ઝડપાયા છે. શહેર અને ગ્રામ્ય પંથકના જુદા જુદા વિસ્તારોમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે લાખોની રોકડ રકમ સાથે જુગારીઓને ઝડપ્યા છે.

કચ્છમાં પણ જુગારની મોસમ પરાકાષ્ટાએ પહોંચી છે. કચ્છ પોલીસે પાડેલા 12 દરોડામાં દસેક લાખની રોકડ સહિતની મતા કબજે કરાઈ છે. કચ્છમાં એક જ દિવસમાં 126 જુગારીઓ ઝડપાયા છે. પૂર્વ કચ્છમાં છ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી 42 જુગારીઓ પકડાયા છે. તો માત્ર મુન્દ્રામાં જ 46 લોકો પોલીસના હાથે ઝડપાયા છે. કચ્છમાં જુગારમાં કરોડો ની હારજીત થતી હોવાનું લોકોનું કહેવાય છે.