Gujarat Exclusive > દેશ-વિદેશ > એક વર્ષમાં 5 કેસ અને બધામાં એક જ સાક્ષી; ડ્રગ્સ કેસમાં સવાલોના ઘેરામાં NCB

એક વર્ષમાં 5 કેસ અને બધામાં એક જ સાક્ષી; ડ્રગ્સ કેસમાં સવાલોના ઘેરામાં NCB

0
73

મુંબઇ: મુંબઇ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા બાદ આજે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન જેલમાંથી બહાર આવી ગયો છે. મુંબઇ ડ્રગ્સ કેસ હવે બે ભાગમાં વહેચાઇ ચુક્યો છે. એક તરફ આર્યન ખાનનો કેસ છે તો બીજી તરફ એનસીબી અધિકારી સમીર વાનખેડે પર લાગેલા આરોપોની તપાસ. નવાબ મલિકના પ્રહાર બાદ સમીર વાનખેડે સવાલોના ઘેરામાં આવી ગયા છે.

એક નવી જાણકારી સામે આવી છે તેને એનસીબી પણ સવાલોના ઘેરામાં છે. આર્યન ખાન ડ્રગ કેસમાં એનસીબીએ જે 10 સાક્ષીને રજૂ કર્યા હતા તેમાંથી એક વ્યક્તિ એવો પણ છે જેનો ઉપયોગ પંચ ગવાહના રૂપમાં એક વર્ષની અંદર એજન્સી પાંચ કેસમાં કરી ચુકી છે. આ વ્યક્તિનું નામ આદિલ ફઝલ ઉસ્માની છે.

એનસીબીના સ્વતંત્ર સાક્ષી કિરણ ગોસાવી અને મનીષ ભાનુશાળીને લઇને પણ સવાલ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે ફરાર કિરણ ગોસાવીની 2018 છેતરપિંડી કેસમાં પૂણે પોલીસે બે દિવસ પહેલા જ ધરપકડ કરી છે. મનીષ ભાનુશાળી પર આરોપ છે કે તેનો ભાજપ સાથે સબંધ છે. આ સિવાય, સાક્ષી પ્રભાકર સેલે એનસીબી મુંબઇના ડિરેક્ટર સમીર વાનખેડે પર તેમણે ખાલી પેજ પર હસ્તાક્ષર કરવાનો આરોપ લગાવ્યો છે.

એનસીબીના અધિકારીઓએ કહ્યુ કે તેમણે પંચો પર પરત આવવુ પડશે કારણ કે ડ્રગ કેસમાં રેડ દરમિયાન કોઇ ડર અને કાયદાની સમસ્યાથી બચવા માટે લોકોને બોલવા માટે તૈયાર કરવાનું વ્યવહારિક રીતે કઠિન કામ છે. જોકે, કોર્ટે પંચો વિશે કહ્યુ છે કે તે પંચ પોલીસના અંગૂઠાની નીચે છે અને માટે તેમણે સ્વતંત્ર સાક્ષી માની નથી શકાતા.

આ ચારેય એટલે કે ઉસ્માની, ગોસાવી, ભાનુશાળી અને સેલ સિવાય એનસીબીએ ઓબ્રે ગોમેજ, વી વૈંગંકર, અપર્ણા રાણે, પ્રકાશ બહાદુર, શોએબ ફૈઝ અને મુજમ્મિલ ઇબ્રાહિમને ક્રૂઝ પાર્ટી ડ્રગ્સ કેસમાં પંચ ગવાહોના રૂપમાં સૂચીબદ્ધ કર્યા છે, જેમાંથી કેટલાક સુરક્ષા કર્મચારી છે. ઉસ્માનીને એનસીબીએ ગત એક વર્ષમાં ડ્રગ્સ સાથે જોડાયેલા પાંચ અન્ય કેસમાં સાક્ષી બનાવ્યા છે. ઉસ્માની જોગેશ્વરીનો રહેવાસી છે. આટલુ જ નહી તમામ કેસમાં ઉસ્માનીનો એક જ એડ્રેસ બતાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: જેલમાંથી છૂટ્યો શાહરૂખ ખાનનો પુત્ર આર્યન, કારમાં બેસીને મન્નત જવા થયો રવાના

મહત્વપૂર્ણ છે કે સમીર વાનખેડે વિરૂદ્ધ કેટલાક આરોપ લગાવનારા મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક ગોસાવીના ગુનાહિત રેકોર્ડ અને ભાનુશાળીની ભાજપ લિંક તરફ ઇશારો કરનારા પ્રથમ વ્યક્તિ છે. સંયોગથી એનસીપી નેતા મલિકે એનસીબીના એક અધિકારી દ્વારા કથિત રીતે વાનખેડે વિરૂદ્ધ આરોપોની સાથે એક ગુમનામ પત્ર પણ શેર કર્યો છે, જેમાં એક ડ્રગ પેડલર, આદિલ ઉસ્માનીનો સંદર્ભ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat