Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોનાનું જોર ઘટ્યું, પાછલા 24 કલાકમાં માત્ર 452 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાનું જોર ઘટ્યું, પાછલા 24 કલાકમાં માત્ર 452 કેસ નોંધાયા

0
92

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનો જોર ઘટ્યો છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 451 કેસ નોંધાયા છે. જેની સામે 700 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 2 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4374 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.28 ટકા છે. રાજયમાં આજે 11,352 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 47,203 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 91, સુરતમાં 96, વડોદરામાં 92, રાજકોટમાં 51, કચ્છમાં 15, ગાંધીનગરમાં 12, ભરુચમાં 11, પંચમહાલમાં 8, દાહોદ, સાબરકાંઠામાં 7-7, ગીર સોમનાથ, ખેડા અને મોરબીમાં 6-6 કેસ સહિત કુલ 451 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કારણે પાછલા ચોવીસ કલાકમાં 2 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ અને ડાંગમાં એક-એક મોત નોંધાયું છે. બીજી તરફ અમદાવાદમાં 181, સુરતમાં 124, વડોદરામાં 188, રાજકોટમાં 88, દાહોદમાં 16, ગાંધીનગરમાં 14, જૂનાગઢમાં 13, જામનગરમાં 8 સહિત 700 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપીને સ્વસ્થ થયા છે.