Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: કોરોનાના સામાન્ય લક્ષણો ધરવતા દર્દીઓ માટે 45 કોવિડ કેર સેન્ટર શરૂ

અમદાવાદ: કોરોનાના સામાન્ય લક્ષણો ધરવતા દર્દીઓ માટે 45 કોવિડ કેર સેન્ટર શરૂ

0
41

અમદાવાદ: શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા 45 કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યાં છે. આ લિસ્ટ તમે અહીં આપેલી લિન્ક પર ક્લિક કરીને જોઈ શકો છો.  Covid Care Centre

CCC RELATED PRESS NOTE DT.1-5-2021

કોરોના પોઝિટિવ દર્દી કે જેને સામાન્યથી અતિ સામાન્ય લક્ષણ હોય તેને હોમ આઈસોલેશનમાં રહેવાનું હોય છે. આવા દર્દીઓ ઘરના અન્ય સભ્યોને સંક્રમિત ના કરે તે હેતુસર અમદાવાદ શહેર વિસ્તારમાં સરકારી તેમજ પ્રાઇવેટ મળીને કુલ 45 કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે ICU અને ઑક્સિજનના માત્ર 280 બેડ જ ખાલી Covid Care Centre

જે અંતર્ગત સમરસ હોસ્ટેલ તેમજ નિકોલ ખાતે આવેલ સ્પોર્ટ્સ સંકુલ આ બંને સરકારી વ્યવસ્થા છે. જ્યારે આ સિવાયના 43 સ્થળોએ ખાનગી વ્યવસ્થા છે. આવા કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના સામાન્યથી અતિ સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ, કે જેમને ઘરમાં અલગ રહેવાની વ્યવસ્થા ના હોય તેવા દર્દીઓ રહી શકશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat