Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ 4021 પોઝિટિવ કેસ, 35 લોકોના મોત

ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ 4021 પોઝિટિવ કેસ, 35 લોકોના મોત

0
44

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના ઐતિહાસીક રેકોર્ડ 4021 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ મહામારીને કારણે વધુ 35 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 977 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 960 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે અને હોસ્પિટલમાં પણ દર્દીઓને સારવાર માટે જગ્યા મળતી નથી.

સુરતમાં 14 લોકોના મોત

સુરત શહેરમાં કોરોના વાયરસથી 14 લોકોએ એક જ દિવસમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં 8 લોકોના મોત થયા છે. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કુલ મળીને 4 લોકોના મોત થયા છે. અમદાવાદ ગ્રામ્યમાં પણ 1 વ્યક્તિનું મોત થયુ છે. અમરેલી, ભરૂચ, ભાવનગર,જામનગર,મહેસાણા અને વડોદરામાં પણ 1-1 વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ રીતે રાજ્યમાં એક જ દિવસમાં 35 લોકોના મોત થયા છે.

અમદાવાદ શહેરમાંમાં કોરોનાના સૌથી વધુ 951 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે સુરત શહેરમાં 723 પોઝિટિવ કેસ નોંધાયા છે. મુખ્યમંત્રી રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળ્યો છે. રાજકોટમાં 427 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં પણ 379 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત ગ્રામ્યમાં પણ કોરોના સંક્રમણની સ્થિતિ કથળતી જઇ રહી છે. સુરત ગ્રામ્યમાં 237 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા ગ્રામ્યમાં 111, જામનગર શહેરમાં 104, જામનગર ગ્રામ્યમાં 99, પાટણમાં 99, રાજકોટ ગ્રામ્યમાં 93, મહેસાણામાં 74, ભાવનગરમાં 61, કચ્છમાં 41, ગાંધીનગરમાં 39, જૂનાગઢમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોના બેકાબૂ: હોસ્પિટલમાં હવે ક્રિટિકલ દર્દીઓની જ સારવાર કરવામાં આવશે

રાજ્યમાં કોવિડ હોસ્પિટલોમાં 12000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો

રાજ્યમાં કોવિડ-19ની સારવાર માટે કોવિડ હોસ્પિટલોમાં 12000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છએ. રાજ્યમાં કુલ 2,71,550 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 2197 દર્દી સ્વસ્થ થયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat