Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > IMFની મોટી આગાહી: ભારતમાં ફરી વળશે બેરોજગારીનો રાક્ષસ

IMFની મોટી આગાહી: ભારતમાં ફરી વળશે બેરોજગારીનો રાક્ષસ

0
1207

આઈએમએફ દ્રારા ભારતના અર્થતત્રં અંગે કેટલીક ચોંકાવનારી આગાહીઓ કરવામાં આવી છે. આઇએમએફના નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે, ભારતને તત્કાળ આર્થિક સુધારાનાં પગલા ભરવાની જરૂરત છે. કારણ કે રાજકોષીય ખાદ્ય વિલન બનશે. આઇએમએફના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેકટર ડેવિડે એવી ચોંકાવનારી આગાહી કરી છે કે ઓટોમેશનને કારણે ભારતમાં 9 ટકા જેટલી નોકરીઓ ઓછી થશે. બેરોજગારીનો રાક્ષસ ભયાનક રીતે મોઢું ફાડશે. આઇએમએફના રિપોર્ટમાં એવો ઉલ્લેખ છે કે, ભારતની વર્તમાન આર્થિક સ્થિતિ અમારા અનુમાન કરતાં પણ વધુ નબળી છે. તેથી યુદ્ધના ધોરણે નાણાકીય સુધારા અને અન્ય આર્થિક સુધારાનાં પગલા ભરવાની જરૂરત છે.

નિષ્ણાંતોએ કહ્યું છે કે. રાજકોષીય ખાદ્યને કંટ્રોલમાં રાખવામાં આંખે પાણી આવી રહ્યાં છે. ભારતે રણનીતિના પણ આ મોરચા પર કામ કરવું પડશે. ભારત સરકાર દ્રારા અત્યાર સુધી અર્થતંત્રમાં સુસ્તી ને દૂર કરવા માટે જે કોઈ પ્રયાસ કરવામાં આવ્યા છે તે પૂરતા નથી.રિપોર્ટમાં જણાવાયું છે કે સરકાર ટેકસ મારફત કમાણી કરે છે પરંતુ સાથોસાથ ખર્ચ પણ કરે છે. સરકારને ટેક્સ દ્વારા જેટલી આવક થાય છે પરંતુ તેના કરતાં ખર્ચ વધી જાય છે તેથી સરકારને બજારમાંથી વધુ રકમ ઉધાર લેવી પડે છે.

આઇએમએફ દ્રારા જાન્યુઆરી માસમાં ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિના અનુમાનમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તેના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2019-20માં જીડીપીમાં વૃદ્ધિનો દર 4.9 ટકા રહેશે. હવે આઇએમએફના નિષ્ણાંતોએ દેશમાં 9 ટકા સુધી નોકરીઓ ઘટી જવાનો ખતરો વ્યકત કર્યેા છે. જેમાં શિક્ષિત બેરોજગારો અને શ્રમિકોનો પણ સમાવેશ થઇ જશે.

#boycottIndigo: અમદાવાદમાં 3 મીનિટ મોડા પડેલ મહિલાની ‘ઈન્ડિગો’એ યાત્રા રદ્દ કરી