મુંબઇ: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના જાટ તાલુકાના લવંગા ગામમાં ઉત્તર પ્રદેશના 4 સાધુઓને બાળક ચોરીના શકમાં માર મારવામાં આવ્યો હતો. મારપીટનો વીડિયો વાયરલ થવા પર પોલીસે સ્પષ્ટતા કરી છે. સાંગલીના એસપીએ જણાવ્યુ કે ચારેય સાધુ યૂપીના રહેવાસી હતા અને પંઢરપુર દર્શન માટે જઇ રહ્યા હતા. અહી સ્થાનિક લોકો તેમની ભાષા સમજી શક્યા નહતા અને જેને કારણે લોકોએ તેમણે બાળક ચોર સમજીને માર માર્યો હતો.
Advertisement
Advertisement
સાંગલીના એસપી દીક્ષિત કુમાર ગેડમે કહ્યુ કે આ સાધુ બીજાપુરથી પંઢરપુર જઇ રહ્યા હતા અને લવાંગે ગામમાં કેટલાક લોકોએ તેમણે માર માર્યો હતો. જોકે, સૂચના બાદ ઘટનાસ્થળે પહોચેલી ઉમડી પોલીસે ઘાયલ સાધુઓની સારવાર કરાવી હતી.
પોલીસ કહી રહી છે કે સાધુઓ સાથે લોકોએ મારપીટ કરી હતી અને સ્થાનિક ઉમડી પોલીસ સ્ટેશનની પોલીસે તેમની સારવાર કરાવી હતી પરંતુ તે ત્યાથી વગર કોઇ ફરિયાદ નોંધાવ્યા વગર જતા રહ્યા હતા અને લેખિત ફરિયાદ ના મળવાને કારણે પોલીસે મારપીટ કરનારાઓ વિરૂદ્ધ કોઇ પણ કાર્યવાહી કરી નહતી. જિલ્લાના એસપીએ પણ વીડિયો વાયરલ થયા બાદ સ્પષ્ટતા કરતા તપાસની વાત કરી છે.
સ્થાનિક લોકોનું શું કહેવુ છે?
રસ્તામાં જતા સમયે ત્યાના સ્થાનિક લોકોનું કહેવુ છે કે એક બીજાની ભાષા ના સમજી શકવાને કારણે આ બનાવ બન્યો હતો સાધુઓને માર મારવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રમાં પહેલા પણ સાધુઓની મારપીટ થઇ ચુકી છે
મહારાષ્ટ્રમાં સાધુઓ સાથે મારપીટની આ પ્રથમ ઘટના નથી. 2020માં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગઢચિંચાલે ગામમાં 2 સાધુઓની એક ભીડે આ કારણે માર મારીને હત્યા કરી હતી. તે સાધુ કારમાં બેસીને સૂરતમાં એક અંતિમ સંસ્કારમાં ભાગ લેવા જઇ રહ્યા હતા.
Advertisement