Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ધોળકા-બગોદરા હાઇવે પર અકસ્માતમાં 5 લોકોના મોત

ધોળકા-બગોદરા હાઇવે પર અકસ્માતમાં 5 લોકોના મોત

0
195

Accident

અમદાવાદ: ધોળકા-બગોદરા હાઇવે પર અકસ્માત સર્જાતા 5 લોકોના મોત થયા હતા જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.Accident

ધોળકા-બગોદરા હાઇવે પર સીએનજી રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 4 લોકોએ દમ તોડ્યો હતો જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયુ હતું. આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કાર અને રીક્ષા વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો જ્યારે કારની આગળની બોનેટને પણ નુકસાન થયુ હતું. તમામ મૃતક ખાનપુરના રહેવાસી હતા.

આ પણ વાંચો: ખેડૂતોની કાયદો પરત લેવાની જિંદ, સરકાર સંશોધનમાં વ્યસ્ત, હવે શું છે આગળનો રસ્તો? Accident

મૃતકોમાં 14 વર્ષીય સગીરા, દોઢ વર્ષનું બાળક અને બે પુરૂષનો સમાવેશ થાય છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમણે અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ધોળકા રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9