Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગોંડલમાં 2 કલાકમાં સાંબેલાધાર વરસાદ, સર્વત્ર પાણી જ પાણી

ગોંડલમાં 2 કલાકમાં સાંબેલાધાર વરસાદ, સર્વત્ર પાણી જ પાણી

0
411

રાજયમાં મગળવારના રોજ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ સહિત વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. જયારે ગોંડલમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્તા ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું હતું.

સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી. રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે આજે ગોંડલામાં બે કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસી પડ્યો. આ ધમાકેદાર વરસાદથી ગોંડલ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, વીજળી પડવાને કારણે 7નાં મોત

આ ધમાકેદાર વરસાદને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજર આવી રહ્યું હતું. આ સાથે નીચાળવાળા અનેક વિસ્તારોમાં કલાકો સુધી પાણી ભરાઈ રહ્યા હતા. અચાનક વરસેલા વરસાને કારણે અનેક દુકાનોમાં અને મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. તેમજ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા તેને બંધ કરવો પડ્યો હતો.

અમદાવાદમાં વરસાદથી છાંટા

ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આજે સવારથી અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદના ઝાંપટા પણ પડ્યા છે. આમ અમદાવાદવાસીઓને ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે.

અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા સહિતના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ મુજબ, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

મહિને લાખોની કમાણી કરનાર હજારો TikTok સ્ટાર બન્યા બેરોજગાર