Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રેમડેસિવિરની કાળા બજારી કરતા વધુ 4 ઝડપાયા, ઈન્જેક્શન સહિત ₹ 1.04 લાખનો મુદ્દામાલ જપ્ત

રેમડેસિવિરની કાળા બજારી કરતા વધુ 4 ઝડપાયા, ઈન્જેક્શન સહિત ₹ 1.04 લાખનો મુદ્દામાલ જપ્ત

0
43

અમદાવાદ: શહેરમાં કોરોના દર્દીઓની સારવાર માટે જરૂરી બની ગયેલા રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારીમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે. સાઈબર ક્રાઈમ, ક્રાઈમ બ્રાંચ, ઝોન 2 સ્કવોર્ડ બાદ રામોલ પોલીસે પણ રેમડેસિવિરની કાળા બજારી કરનાર ચાર શખ્સોને ઝડપીને 4 ઈન્જેક્શન, બે મોબાઈલ સહિત રૂ.1.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. Remdesivir Black Marketing

અમદાવાદમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારી રોકવા માટે એજન્સી સહિત પોલીસ સતત પ્રયત્નશીલ બની રહી છે, સુપ્રીમ કોટૅ પણ કાળા બજારી બંધ કરાવવા સ્પષ્ટ જણાવ્યું છે.

આ દરમિયાનમાં રામોલ પોલીસને બાતમી મળી હતી કે, રામોલ માધવ સ્કૂલ સામે કેટલાક શખ્સો રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારી કરી રહ્યા છે. આ બાતમીના આધારે રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.આર.ભાટી તથા તેમનો સ્ટાફ તે જગ્યાએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન શશાંક જયસ્વાલ (રહે. ઓઢવ) અને નીલ જયસ્વાલ (રહે.ઓઢવ) બંન્ને રેમડેસિવિરના 4 ઈન્જેક્શન રાખીને માર્કેટ કરતાં વધુ ભાવે વેચતા પકડાઈ ગયા હતા.

આ પણ વાંચો:  આંધ્ર પ્રદેશમાં 5મીં મેથી 14 દિવસ માટે આંશિક કરફ્યુ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય Remdesivir Black Marketing

આથી પોલીસે તે બંન્નેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ હાથ ધરી ત્યારે જાણવા મળ્યુ કે, આ બંન્ને આરોપીઓ વસ્ત્રાલ માધવની પોળ પાછળ આશીર્વાદ પાર્ક ફ્લેટ નીચે આવેલા ચાર ભૂજા મેડિસિન નામના મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા હતા અને હાલમાં રેમડેસિવિર ઈન્જેક્શનની તંગી હોવાના કારણે મેડિકલ સ્ટોર્સના માલિક વિકાસ અજમેરા અને તેમના મિત્ર પ્રવિણ મણવર ભેગા મળી ક્યાંકથી રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો લાવતા હતા.

તેમની પાસેથી ઈન્જેક્શન મેળવીને એક ઈન્જેક્શન રૂ.26 હજારમાં વેચતા હતા. જેના પગલે રામોલ પોલીસે આશીર્વાદ પાર્કમાં રહેતા વિકાસ અજમેરા અને પ્રવિણ મણવરની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Remdesivir Black Marketing

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat