Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 4 ડૉકટરોએ કોવિડની વૅક્સીન લીધી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 4 ડૉકટરોએ કોવિડની વૅક્સીન લીધી

0
78

અમદાવાદ: વડાપ્રધાન મોદીના (PM Modi) હસ્તે 16મી જાન્યુઆરી 2021ના રોજ વૅક્સીનેશન અભિયાનનો (Corona Vaccination Drive In India) આરંભ કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) ડૉ. નવીન ઠાકરને કોરોનાની વૅકસીન (Covid Vaccine) લગાવવામાં આવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ડો.કેતન દેસાઈને કોવિડથી બચવા માટેની બીજી રસી (Corona Vaccine) અમદાવાદમાં આપવામાં આવી છે. IIPH ગાંધીનગરના ડો. દિલીપ મવલાંકરને પણ રસી (Covid Vaccine) આપવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસસોશિયેશનના પ્રમુખ ડો. મોના દેસાઈએ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડ રસી લીધી છે.

આ પણ વાંચો: કોરોનાની બન્ને વૅક્સીન સુરક્ષિત, દેશવાસીઓ અફવાઓથી દૂર રહે; PM મોદીના સંબોધનની મોટી વાતો

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, કોવિડની રસી (Corona Vaccination Drive In India) માટે નોંધણી કરાવનાર વ્યક્તિઓને મેસેજ થકી તેમને ક્યારે રસી (Corona Vaccine) આપવામાં આવશે? તેની જાણ કરવામાં આવશે. કોવિડની રસી (Covid Vaccine) લેનાર ડોકટર અને હેલ્થ વર્કરને થોડા સમય માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાંઆ આવશે.

નિષ્ણાત ડોક્ટરોએ જણાવ્યું કે, કોવિડની રસી (Covid Vaccine) લીધા બાદ પણ લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતની તકેદારી રાખવાની જરૂર છે. ભારતમાં કોવિડ રસીકરણના (Corona Vaccination Drive In India) પહેલા તબક્કામાં ડોકટર, હેલ્થ વર્કરને આપવામાં આવશે. કેટલાક લોકોને વેકસીન (Corona Vaccine) લીધા પછી તાવ, શરીરમાં દુખાવો, અને અન્ય નજીવી સમસ્યા થઈ શકે છે. જો કે તેનાથી ગભરાવાની જરૂર નથી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9