Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતની આયુષ કોવિડ હોસ્પિટલના ICUમાં આગ, 4 દર્દીઓના મોત

સુરતની આયુષ કોવિડ હોસ્પિટલના ICUમાં આગ, 4 દર્દીઓના મોત

0
47

સુરત: દેશમાં કોરોનાની બીજી લહેરમાં ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણના કારણે હોસ્પિટલોમાં બેડ ખૂટી રહ્યાં છે, ત્યારે આવામાં હોસ્પિટલોમાં આગના બનાવો પણ છેલ્લા કેટલાક દિવસોથી સામે આવી રહ્યાં છે. આવો જ એક બનાવ સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં શહેરની એક હોસ્પિટલના ICUમાં આગ લાગતા 4 દર્દીઓના મોત થયા છે. Hospital Fire

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના લાલદરવાજા ખાતે આવેલ પરમ ડૉક્ટર હાઉસના 5માં માળે આવેલી આયુષ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરેલી છે. જેમાં કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. એવામાં ગઈકાલે રાત્રે સાડા અગિયારની આસપાસ ICUના કોવિડ વોર્ડના એ.સી.માં બ્લાસ્ટ થવાના કારણે આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી.

કોવિડ વોર્ડમાં આગના પગલે ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને બહાર તેમના સ્વજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે આ ઘટનાની જાણ થતાં સુરત ફાયર વિભાગનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: કોરોના સંક્રમિત પ્રેગ્નેન્ટ પત્નીનો જીવ બચાવવા પતિનું કારસ્તાન, ઑક્સિજન વાળી એમ્બ્યુલન્સ હાઈજેક કરી Hospital Fire

ફાયર વિભાગના જવાનોએ 30 મિનિટમાં જ આગ પર કાબૂ મેળવીને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 8 જેટલા દર્દીઓને રેસ્ક્યુ કરીને તેમને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં શિફ્ટ કર્યાં હતાં. જ્યાં 4 દર્દીઓની હાલત ગંભીર હોવાનું માલૂમ પડ્યું હતું. જેમના પણ મોત નીપજ્યાં હતા.,

આ ઘટનાના પગલે મ્યૂનિસિપલ કમિશનર અને સુરત મેયર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. Hospital Fire

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat