Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લોકડાઉન દરમિયાન સોસાયટીમાં મજાક-મસ્તી કરનાર 4ની ધરપકડ

લોકડાઉન દરમિયાન સોસાયટીમાં મજાક-મસ્તી કરનાર 4ની ધરપકડ

0
1917

દેશમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચીવી દીધું છે. ત્યારે આ વાયરસના ખતરાને જોઈ દેશના પીએમ મોદીએ 21 દિવસનું લોકડાઉન આપી દીધું છે. પરતું ગુજરાતમાં ઘણા એવા શહેરમાં હજી પણ લોકો કોઈના કોઈ બહાનું કાઢી બહાર લટાર મારવા જતા હોય છે. આપણા રાજયમાં ખાસ કરીને લોકોને તાળી આપી અને ગળે મળીને મળવાની ટેવ હોય છે. જેથી તેવા લોકો સામે પોલીસે લાલઆંખ કરી છે. આવી જ ટેવના કારણે ગાંધીનગરમાં 4 વ્યક્તિને પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવ્યો છે.

હાલ જ્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસની સમસ્યા વધી રહી છે. તેવામાં હાથને કોરોના વાયરસના સૌથી મોટા કેરિયર માનવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ હેન્ડ શેક, હાથ તાળીને ખૂબ જ ગંભીર રીતે લઈ રહી છે. ગાંધીનગરના વાવોલ ગામમાં 32થી 50 વયજૂથના કેટલાક લોકો ટોળે વળીને ઉભા હતા અને એકબીજાને તાળી આપી રહ્યા હતા. જેને લઈને પોલીસે તેમની વિરુદ્ધ કલમ 188 અને એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

લોકલ ક્રાઇમ બ્રાંચને ગત શુક્રવારે માહિતી મળી હતી કે કેટલાક લોકો વાવોલમાં લોકડાઉનની શરતોનું પાલન નથી કરતા. જેને લઈને પોલીસે ડ્રોન દ્વારા આ વિસ્તારમાં તપાસ કરવાનું શરું કર્યું. ત્યારે વાવોલના સૂર્યા સિનેમાં નજીક આવેલ તારપોજવાસ પરથી ડ્રોન ઉડી રહ્યું હતું તેના કેમેરામાં ચાર વ્યક્તિઓ પકડાઈ ગયા હતા જેઓ એકબીજાની એકદમ નજીક ઉભા હતા અને મજાકમસ્તી કરતા એકબીજાને તાળી આપતા હતા.

જે બાદ પોલીસે આ તમામની અટકાયત કરી હતી અને ગાંધીનગરના સેક્ટર 7માં લઈ જવામાં આવ્યા હતા અને તેમના વિરુદ્ધ લોકડાઉનના ભંગ માટે કાયદેસર પગલા ભરવામાં આવ્યા હતા. ત્યારે આવા જ બીજા એક કેસમાં બોપલ પોલીસે ચાર મિત્રો જે એકબીજાની નજીક ઉભા રહી અને વાત કરતા હતા અને એકબીજાને સ્પર્શ કરતા હતા. તેમની વિરુદ્ધ પણ કેસ કરવામાં આવ્યો છે.

લોકડાઉનનું પાલન નહિં કરનારાઓ સામે ગુજરાત ડીજીપીની લાલઆંખ, લીધો મહત્વનો નિર્ણય