Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં 39 એલઆરડી જવાનો કોરોના પોઝિટિવ

કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં 39 એલઆરડી જવાનો કોરોના પોઝિટિવ

0
109

9 એલઆરડી જવાનના ટેસ્ટ કરાયા હતા ત્યાર બાદ વધુ 30 જવાનો સંક્રમિત થયા

ગાંધીનગર: રાજ્યના સૌથી મોટા પોલીસ ટ્રેનિંગ સેન્ટર કરાઈ પોલીસ એકેડમી (Karai Police Academy)માં છેલ્લા બે દિવસમાં 39 એલઆરડી જવાનો કોરોના પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપી ગયો છે. કરાઇ એકેડેમીમાં પીઆઈ અને એલઆરડી જવાનોની ટ્રેનિંગ ચાલી રહી છે ત્યારે એક સાથે 39 એલઆરડી જવાનો કોરોનાથી પોઝિટિવ આવતા તાલીમ લઇ રહેલા એલઆરડી જવાનોને ક્વારન્ટાઇન કરવામાં આવ્યા છે.

ગાંધીનગર પાસે આવેલા કરાઈ પોલીસ એકેડેમીમાં પીઆઈ અને એલઆરડી જવાનોની તાલીમ ચાલી રહી છે. રાજ્યના અલગ-અલગ શહેરોમાં કોરોના પોઝિટિવ કેસો વધવાના કારણે કરાઈ પોલીસ એકેડેમી (Karai Police Academy)માં પણ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગઇકાલે બુધવારે 9 તાલીમાર્થી એલઆરડી જવાનોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા બીજા 30 એલઆરડી જવાનોનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ તાલીમાર્થી જવાનોનો પણ ટેસ્ટ પોઝિટિવ આવવાના કારણે કરાઈ પોલીસ એકેડમીમાં બે જ દિવસમાં 39 તાલીમાર્થી એલઆરડી જવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે.

આ પણ વાંચો: કર્ણાવતી ક્લબમાં કોરોનાની એન્ટ્રી, ત્રણ જણાં પોઝિટિવ

કરાઈ પોલીસ એકેડેમીમાં એક સાથે 39 કોરોના પોઝિટિવ કેસો આવવાના કારણે કરાઈ પોલીસ એકેડમી (Karai Police Academy)ના ડાયરેક્ટર એડિશનલ ડીજી વિકાસ સહાય કરાઈ પોલીસ એકેડેમી (Karai Police Academy)માં દોડી આવ્યા હતા અને જે એલઆરડી જવાનો કોરોના સંક્રમિત થયા છે તેમને કરાઈ એકેડેમીમાં જ ક્વારન્ટાઇન કરવામાં આવ્યા છે. આ અંગે એડિશનલ ડીજી વિકાસ સહાયે ગુજરાત એક્સક્લૂઝિવ સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે,

“નવ તાલિમાર્થી જવાનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા 30 જવાનોનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેઓ પણ કોરોના પોઝિટિવ આવતા આ તમામ એલઆરડી જવાનોને કરાઈ એકેડેમીમાં જ ક્વારન્ટાઇન કરવામાં આવ્યા છે. આ તમામ તાલિમાર્થી જવાનોની તબિયત સામાન્ય છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.”