Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જાહેરનામાના ભંગ બદલ 3766 આરોપીની ધરપકડ કરવામાં આવી: અમદાવાદ પોલીસ કમિશનર

જાહેરનામાના ભંગ બદલ 3766 આરોપીની ધરપકડ કરવામાં આવી: અમદાવાદ પોલીસ કમિશનર

0
375

કોરોના વાયરસના વધી રહેલી ખતરાને રોકવા માટે દેશભરમાં પીએમ મોદીએ 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. ત્યારે હજી પણ અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં લોકો ગમે તે બહાનું કાઢી બહાર લટાર મારતા જોવા મળી રહ્યા છે. ત્યારે તે લોકો સામે પોલીસે લાલઆંખ કરી છે. આજ રોજ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું છે કે, કલમ 144 અને 188 જાહેરનામા ભંગના 1204 ગુના દાખલ કરવામાં આવ્યા છે અને 3766 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ અંગે પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, રાયોટિંગના બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. સરસપુર અને ગોમતીપુરમાં નોંધાયેલા રાયોટિંગના ગુનામાં કુલ 15 આરોપીની ધરપકડ થઈ છે. આ ઉપરાંત ગોમતીપુરમાં પથ્થરમારાની થયેલી ઘટનામાં આજે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, રવિવારે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસે મળીને કુલ 747 વાહન ડિટેઈન કર્યા છે. જેમાં 5,31,900 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવતા મેસેજ અને ભડકાવ લખાણના બે દિવસમાં 4 ગુના દાખલ થયા છે. લોકડાઉનને મેઈન્ટેઈન કરવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં જૂદા-જૂદા વિસ્તારમાં 25 ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં રવિવારે 16 ગુનામાં 61 આરોપીની ધરપકડ થઈ છે. આમ અમદાવાદમાં અત્યાર સુધીમાં 1282 ગુનામાં કુલ 3907 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

RTOના 15 અધિકારીઓ ટ્રાફિક પોલીસ સાથે કામગીરીમાં સામેલ થયા છે. NCC અને NSSના 500 વિદ્યાર્થીઓની પણ માંગ કરવામાં આવી છે. જેમને પોલીસ સ્ટેશનમાં અમુક પ્રકારની ડ્યુટી ઉપર રાખવામાં આવશે. આ ઉપરાંત રિટાયર્ડ પોલીસ અધિકારીઓને પણ ફરીથી ડ્યુટી પર લીધા છે. ક્લસ્ટર વિસ્તારોની અંદર કોર્ડન ઓફ કરી રહ્યાં છીએ એટલે વધારાની એસઆરપીની 3 કંપની અમને મળી છે. ક્લસ્ટર વિસ્તારોમાં લોકડાઉનનું અમલ થાય તે માટે અમે આ કંપનીઓનો ઉપયોગ કરવામાં આવશે.

લોકડાઉનનું પાલન નહિં કરનારાઓ સામે ગુજરાત ડીજીપીની લાલઆંખ, લીધો મહત્વનો નિર્ણય