Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના કાળમાં અત્યાર સુધી ગુજરાતની કોવિડ હોસ્પિટલમાં આગથી 36ના મોત

કોરોના કાળમાં અત્યાર સુધી ગુજરાતની કોવિડ હોસ્પિટલમાં આગથી 36ના મોત

0
44

અમદાવાદ: કોરોના મહામારીને એક વર્ષથી વધુનો સમય થઈ ગયો છે, ત્યારે આ સમગગાળા દરમિયાન ગુજરાતની વિવિધ કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ ઘટી ચૂકી છે. જેમાં 36 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. Covid Hospital Fire

તાજેતરમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 16 દર્દીઓ અને બે નર્સિંગ સ્ટાફ સહિત 18 જણાના મોત નીપજ્યાં હતા. આ દુર્ઘટના મોડી રાત્રે પોણા એક વાગ્યાની આસપાસ બની હતી. કોરોના સ્થિતિને જોતા પટેલ વેલફેર હોસ્પિટલને કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવી હતી.

હોસ્પિટલમાં આગની ઘટનાની જાણ થતાં 10 ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા મૃતકોને આર્થિક સહાયતાની જાહેરાત કરવા સાથે ઘટનાની તપાસ માટે બે સીનિયર અધિકારીઓને ભરૂચ મોકલવામાં આવ્યાં છે.

આ ઉપરાંત ગત અઠવાડિયે સુરતના સ્ટેશન રોડ પર આવેલ એક બહુમાળી ઈમારતના પાંચમા માળે આયુષ હોસ્પિટલ છે. જ્યાં મોડી રાત્રે એસીમાં બ્લાસ્ટ થયા બાગ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં 4 દર્દીઓના મોત થયા હતા.

આ પણ વાંચો:  Election Result 2021: આજે પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોના ચૂંટણી પરિણામ, મતગણતરી શરૂ Covid Hospital Fire

અગાઉ પણ રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં આગની મોટી ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં અમદાવાદના નગરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના ઘટી હતી. ઑગસ્ટ મહિનામાં શ્રેય હોસ્પિટલના ICUમાં આગ લાગી હતી આ આગે વિકરાળરૂપ ધારણ કરતાં સમગ્ર હોસ્પિટલમાં ફેલાઈ ગઈ હતી. આ આગમાં 8 દર્દીઓનો જીવતા ભડથુ થઈ ગયા છે.

આ શ્રેય હોસ્પિટલને કોર્પોરેશન દ્વારા કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવી હતી. આગ લાગી તે સમયે હોસ્પિટલમાં 50 જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી હતી. આગની ઘટના બાદ 35થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. Covid Hospital Fire

અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાના બે મહિના બાદ નવેમ્બર-2020માં રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગી હતી. એ સમયે આઈસીયુમાં 7 દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતા. જેમાંથી 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય બે દર્દીઓને ગંભીર હાલતમાં અન્ય હોસ્પિટલમાં લઈ જતા સમયે રસ્તામાં અંતિમ શ્વાસ લીધા હતા.

આ સિવાય ગત વર્ષે કોરોના કાળ દરમિયાન ઓગસ્ટ મહિનામાં છોટા ઉદેપુર જિલ્લાની હોસ્પિટલ, જામનગરની સરકારી જીજી હોસ્પિટલ, વડોદરાની સરકારી એસએસજી હોસ્પિટલ અને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં આગની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat