Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > કોરોના બાદ પહેલી વાર દોડશે 35 નવી ફૂલી અનરિઝર્વ્ડ ટ્રેન, ગુજરાતની કોઇ નહીં

કોરોના બાદ પહેલી વાર દોડશે 35 નવી ફૂલી અનરિઝર્વ્ડ ટ્રેન, ગુજરાતની કોઇ નહીં

0
64

22 ફેબ્રુઆરીથી કેટલાક રુટ પર રેલવેનો પેસેન્જર્સ/મેલ ટ્રેન શરુ કરવાનો નિર્ણય

નવી દિલ્હીઃ કોરોના બાદ દેશમાં પહેલી વાર સંપૂર્ણ અનરુઝર્વ્ડ ટ્રેનો (35 news Train) દોડશે. રેલવેએ 22 ફેબ્રુઆરીથી આવી 35 લોકલ ટ્રેનોને બિનઆરક્ષિત મેલ/ એક્સપ્રે સ્પેશિયલ ટ્રેન તરીકે શરુ કરવાનો નિર્ણય લીધો છે. જો કે તેમાં ડાયરેક્ટ ગુજરાત માટે એક પણ ટ્રેન નથી. તેમાં યાત્રીઓને રેલવે સ્ટેશન પરથી વિન્ડો ટિકિટ લઇ મુસાફરી કરવાની સુવિધા રહેશે. અગાઉ ચાલી રહેલી તમામ ટ્રેન સંપૂર્ણ રિઝર્વ્ડ છે.

આ પણ વાંચોઃ PF ખાતામાં નામ સહિતના સુધારા માટે પડશે મુશ્કેલી, છેતરપિંડી રોકવા પગલું

35 ટ્રેનની યાદી

35 new train1

હાલમાં કોવિડ સ્પેશિયલ ટ્રેનો દોડે છે

કોરોનાને કારણે રેલવેએ ગત વર્ષે ટ્રેનોનું સંચાલન બંધ કરી દીધું હતું. પરંતુ પછી ધીમે-ધીમે ટ્રેનો (35 news Train)શરુ કરી હતી. પરંતુ અત્યારે કોવિડ સ્પેશિયલ ટ્રેનો જ ચાલે છે. જેમાં મુંબઇના પશ્ચિમ રેલવે રુટ પર 704 લોકલ ટ્રેન અને સેન્ટ્રલ રુટ પર 706 ટ્રેન દોડાવાઇ રહી છે.

15 ફેબ્રુઆરીથી તેજસ એક્સપ્રેસ શરુ થઇ

દરમિયાનમાં રેલવેએ 15 ફેબ્રુઆરીથી અમદાવાદ-મુંબઇ અને નવી દિલ્હી-લખનઉ વચ્ચેની તેજસ ટ્રેનો (35 news Train)પુનઃ શરુ કરી દીધી. IRCTC સંચાલિત દેશની પ્રથમ ખાનગી ટ્રેનની ટિકિટ વેબસાઇટ ઉપરાંત રેલવે સ્ટેશન પર પણ મળી રહે છે. અગાઉ નવી દિલ્હી-લખનઉ વચ્ચેની તેજસ 23 નવેમ્બરે અને મુંબઇ-અમદાવાદ તેજસને 24 નવેમ્બરે બંધ કરી દેવાઇ હતી. ત્યારે પેસેન્જર્સ નહીં મળતા હોવની દલીલ કરાઇ હતી.

આ પણ વાંચોઃ કરદાતાને ટેક્સનું ટેન્શનઃ જાણો કઇ રીતે કરછૂટનો લાભ લઇ શકાય?

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat