Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > દેશમાં જૂલાઈ મહિનામાં 32 લાખ લોકોએ ગુમાવી પોતાની નોકરી, સ્થિતિ ચિંતાજનક

દેશમાં જૂલાઈ મહિનામાં 32 લાખ લોકોએ ગુમાવી પોતાની નોકરી, સ્થિતિ ચિંતાજનક

0
79

કોરોનાની બીજી લહેરના વિનાશ પછી આર્થિક મોરચે સ્થિતિ ધીરે-ધીરે સુધરી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે પણ રોજગારીના મુદ્દે ફરી એક વખત ખરાબ રિપોર્ટ સામે આવ્યા છે.

જુલાઈ મહિનામાં 32 લાખ પગારદાર લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. જુન મહિનામાં પગારદાર લોકોની સંખ્યા 79.70 મિલિયન હતી અને જુલાઈ મહિનાના અંતે આ સંખ્યા 76.49 મિલિયન થઈ ગઈ છે. આમ લગભગ 32 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે.

કોરોનાકાળ પહેલા જુલાઈ 2019માં પગારદાર લોકોની સખ્યા 86 મિલિયન હતી. આર્થિક ક્ષેત્રના જાણકારોના કહેવા પ્રમાણે હાલમાં એમ્પ્લોય માર્કેટમાં રિકવરી જોવા મળી રહી નથી. જે લોકોની નોકરી જઈ રહી છે તે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરફ વળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જુલાઈ સપ્ટેમ્બર 2020માં બેરોજગારી દર વધીને 13.3 ટકા થયો હતો. જે તેના એક વર્ષ પહેલા 8.4 ટકા રહ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat