Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોના સંક્રમણના 31,923 નવા કેસ, 282 દર્દીઓના મોત

દેશમાં કોરોના સંક્રમણના 31,923 નવા કેસ, 282 દર્દીઓના મોત

0
43

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. સંક્રમણની ધીમી થતી ઝડપ વચ્ચે દેશમાં આજે કોરોના સંક્રમણના 31,923 નવા કેસ સામે આવ્યા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 31,990 લોકો મહામારીને હરાવીને સ્વસ્થ થયા છે. જે બાદ કોરોનાથી અત્યાર સુધી સ્વસ્થ થનારાઓની સંખ્યા દેશમાં 3,28,15,731 થઇ ગઇ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં COVID-19ના એક્ટિવ દર્દી હવે ઘટીને 3,01,640 લાખ થઇ ગયા છે, જે કુલ કેસના 0.90 ટકા છે. છેલ્લા 187 દિવસમાં આ આંકડો સૌથી ઓછો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં રિકવરી રેટ હવે 97.77 ટકા થઇ ગયો છે. જે માર્ચ 2020 બાદ સૌથી વધુ છે. દેશમાં કોરોનાના 3,01,640 લાખ એક્ટિવ દર્દી છે. માર્ચ 2020 બાદ આ આંકડો સૌથી ઓછો છે. દૈનિક પૉઝિટિવિટી રેટ 2.09 ટકા છે, જે છેલ્લા 24 દિવસથી 3 ટકાથી ઓછો છે. જ્યારે વિકલી પૉઝિટિવિટી રેટ 2.11 ટકા છે. જે છેલ્લા 90 દિવસથી 3 ટકાથી નીચે બનેલો છે. વેક્સીનેશનના આંકડાની વાત કરીએ તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ વેક્સીનની 83.39 કરોડ ડોઝ લગાવવામાં આવી છે.

55.83 કરોડ સેમ્પલોની તપાસ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જણાવ્યુ કે ભારતમાં કોરોના સંક્રમણની તપાસ માટે સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો હવે 55.83 કરોડ થઇ ગયો છે. દેશમાં 24 કલાકમાં 282 લોકોના કોરોનાથી મોત થયા છે. જે બાદ અત્યાર સુધી કોરોનાથી થયેલા મોતનો આંકડો 4,46,050 પાર કરી ગયો છે. ભારતીય તબીબી અનુસંધાન પરિષદ (ICMR) અનુસાર, ભારતમાં કાલે કોરોના વાયરસ માટે 15,27,443 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કાલ સુધી 55,83,67,013 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વેક્સીનના 80.67 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે હજુ વેક્સીનના 4.29 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: પંજાબમાં કોંગ્રેસનો સસ્પેન્સ યથાવત, નારાજ સુનીલ જાખડને પોતાની ફ્લાઇટમાં દિલ્હી લાવ્યા રાહુલ ગાંધી

કોરોના અપડેટ:

કુલ કેસ: 3,35,63,421
સક્રિય કેસ: 3,01,640
કુલ રિકવરી: 3,28,15,731
કુલ મોત: 4,46,050
કુલ વેક્સીનેશન: 83,39,90,049
વીકલી પૉઝિટિવિટી રેટ: 2.11 ટકા
ડેલી પૉઝિટિવિટી રેટ: 2.09 ટકા
રિકવરી રેટ: 97.77 ટકા

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat