Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મહામારીનો પ્રકોપ: વડોદરામાં એક વર્ષમાં 3,192 બાળકો કોરોનાથી સંક્રમિત, 1નું મોત

મહામારીનો પ્રકોપ: વડોદરામાં એક વર્ષમાં 3,192 બાળકો કોરોનાથી સંક્રમિત, 1નું મોત

0
21

વડોદરા: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે પ્રતિદિન કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યાં છે. જો કે સૌથી ચિંતાની વાત એ છે કે, હવે કોરોના વાઈરસનું સંક્રમણ યુવાનો અને નાના બાળકોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં જ છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ 3,192 બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. જ્યારે આ જીવલેણ વાઈરસે એક બાળકનો ભોગ લીધો છે. Corona Infected Children

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હાલ 606 બાળકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. શહેરની સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 158 કોરોના પોઝિટિવ બાળકો સારવાર માટે આવી ચૂક્યાં છે, જે પૈકી 23 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 135 બાળકોને ઘરે જ સારવાર આપવામાં આવી છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, શહેરમાં કુલ 3,192 બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. જેમાંથી 2,585 બાળકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે, જ્યારે એક બાળકે કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ શહેરની સયાજી હોસ્પિટલમાં માતા કોરોનાથી સંક્રમિત થતાં 14 નવજાત બાળકોને પણ સારવાર આપવામાં આવી હતી.

આ પણ વાંચો:  અમેરિકાએ પોતાના નાગરિકો માટે જારી કરી ટ્રાવેલ એડવાઈઝરી- ‘કોરોનાના કારણે જલ્દી ભારત છોડો’ Corona Infected Children

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર બાળકો માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચ થી એપ્રિલ સુધીમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત અને દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 80 હજારથી વધુ બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. Corona Infected Children

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat