Gujarat Exclusive > દેશ-વિદેશ > Corona Update: દેશમાં કોરોના સંક્રમણના 31,382 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 318 દર્દીએ ગુમાવ્યો જીવ

Corona Update: દેશમાં કોરોના સંક્રમણના 31,382 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 318 દર્દીએ ગુમાવ્યો જીવ

0
43

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના 31,382 નવા કેસ સામે આવ્યા છે, જે બાદ દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા હવે 3,35,94,803 થઇ ગઇ છે. જ્યારે આ દરમિયાન 318 દર્દીના મોત બાદ સંક્રમણથી મૃતકોનો આંકડો 4,46,368 પર પહોચી ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ દર્દી હવે ઘટીને 3,00,162 લાખ થઇ ગઇ છે.

ભારતીય તબીબી અનુસંધાન પરિષદ (ICMR)એ જણાવ્યુ કે ભારતમાં કાલે કોરોના વાયરસ માટે 15,65,696 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, કાલ સુધી કુલ 55,99,32,709 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 32,542 લોકોએ કોરોનાએ માત આપી છે, જે બાદ કોરોનાથી અત્યાર સુધી સ્વસ્થ થનારાઓની સંખ્યા 3,28,48,273 થઇ ગઇ છે. બીજી તરફ એક્ટિવ કેસનીસંખ્યા અત્યારે 3,00,162 છે.

કેરળમાં 19,682 કોરોનાના કેસ દર્જ કરવામાં આવ્યા છે અને 152 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં રોજના 15 હજારથી વધુ કેસ રિપોર્ટ થઇ રહ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોને 81.39 કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. આશરે 86 લાખ ડોઝ પાઇપલાઇનમાં છે. રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે 4.23 કરોડથી વધુ ડોઝ હજુ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: માત્ર 30 મિનિટના વરસાદમાં અંબાજીમાં પાણી જ પાણી, રસ્તાઓ બેટમાં ફેરવાયા

કોરોના સાથે જોડાયેલા આંકડા પર એક નજર

કુલ કેસ: 3,35,94,803
એક્ટિવ કેસ: 3,00,162
કુલ રિકવરી: 3,28,48,273
કુલ મોત: 4,46,368
કુલ વેક્સીનેશન: 84,15,18,026

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat