નવી દિલ્હી: ચીનની સેનાની નજર LAC પર છે, પરંતુ અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાને લઈને તેની યોજના વારંવાર સામે આવી રહી છે. 1962ના યુદ્ધ દરમિયાન ચીને ભારતના પૂર્વોત્તર ભાગમાં તેના સૈનિકોની સૌથી મોટી ટુકડી તવાંગ થઈને આસામ સુધી ઘૂસણખોરી કરી હતી. તવાંગ થોડા સમય માટે ચીનના કબજા હેઠળ હતું. ઑક્ટોબર 2021માં ચીનના 200 સૈનિકોની એક ટુકડી તવાંગ સ્થિત
Advertisement
Advertisement
ભારત-ચીન-ભૂટાન સરહદ પાસે ભારતીય ગામમાં ઘુસી આવી હતી જે બાદ ભારતીય સૈનિકોએ તેમણે ભગાડ્યા હતા. આ વખતે પણ ચીની સેનાના મનસુબા કઇક આવા જ હતા પરંતુ આ વખતે ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોનો સામનો કરવો પડ્યો હતો.
સૂત્રોએ કહ્યુ કે ચીની લગભગ 300 સૈનિકો સાથે ભારે તૈયારી સાથે આવ્યા હતા પરંતુ તેમણે ભારતીય પક્ષના પણ સારી રીતે તૈયાર થવાની આશા નહતી. 9 ડિસેમ્બરે ભારતીય સેનાના સૈનિકો સાથે સંઘર્ષ દરમિયાન અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં LAC પર ચીની સેના (PLA)ના 300થી વધુ સૈનિકોને મોકલ્યા હતા પરંતુ આશા નહતી કે ભારતીય સેના પણ પુરી રીતે તૈયાર હશે.
સમાચાર એજન્સી અનુસાર તવાંગ સેક્ટરમાં આમને-સામને ક્ષેત્રમાં તૈનાત ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો અને અથડામણમાં ઘાયલ થયેલા ચીની સૈનિકોની સંખ્યા ભારતીય સૈનિકો કરતા વધારે હતી.
LACમાં ભારત-ચીનના સૈનિકોની અથડામણની મહત્વની વાતો
1. ભારતીય અને ચીની સૈનિક વચ્ચે ગત અઠવાડિયે પૂર્વોતર રાજ્ય અરૂણાચલ પ્રદેશમાં અથડામણ થઇ હતી. આ મામલે પરિચિત ભારતીય અધિકારીઓ અનુસાર, 2020 પછી પાડોશીઓ વચ્ચે આ પ્રથમ અથડામણ છે.
2. ઘટના 9 ડિસેમ્બરે બની હતી અને બન્ને સેનામાં સામાન્ય ઇજા થઇ હતી. સૂત્રોએ જણાવ્યુ કે બન્ને પક્ષ ત્યારથી વિસ્તારથી અલગ થઇ ગયા છે, આ મામલે ચર્ચા કરવા માટે સૈન્ય કમાન્ડરોએ મુલાકાત પણ કરી હતી.
4. પીએલએના સૈનિકોએ અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસીનો સંપર્ક કર્યો હતો જેનો ભારતીય સૈનિકોએ મુકાબલો કર્યો હતો.
5.સૂત્રોએ કહ્યુ કે અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસી સાથે કેટલાક વિસ્તારમાં અલગ અલગ ધારણાના વિસ્તાર છે, જ્યા બન્ને પક્ષ પોતાના દાવાની રેખા સુધી પેટ્રોલિંગ કરે છે અને આ ચલણ 2006થી ચાલુ છે.
Advertisement