Gujarat Exclusive > દેશ-વિદેશ > એન્જિનિયરના ઘરે અઢળક પૈસા સહિત 30 કિલો સોનું, મર્સિડીઝ સહિત 5 લક્ઝરી કાર

એન્જિનિયરના ઘરે અઢળક પૈસા સહિત 30 કિલો સોનું, મર્સિડીઝ સહિત 5 લક્ઝરી કાર

0
229

રાજસ્થાનમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ની ભ્રષ્ટ અધિકારીઓ વિરૂદ્ધ મહિમ ચાલી રહી છે. જયપુર, જોધપુર અને ચિત્તોડઘઢમાં ત્રણ અધિકારોના 14 ઠેકાણાઓ પર એક સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA)ના એન્જિનિયર નિર્મલ ગોયલના ઘર આવકથી 1450% વધારે સંપત્તિ મળી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, JDAના આ એન્જિનિયરની સેલરી દોઢ લાખ છે, પરંતુ જયપુરની પોશ કોલોનીમાં ચાર આવાસ, ફાર્મ હાઉસ ઉપરાંત ઘર પર 3 લાખ 87 હજાર નગદ, ત્રીસ કિલો સોનું, 245 યૂરો, બે હજાર ડોલર અને મર્સિડીઝ સહિત 5 મોંઘી કારો મળી છે. જ્યારે ત્રણ બેંકોમાં આ એન્જિનિયરના લોકર પણ છે, જેમને ખોલવાના બાકી છે.

આવી જ રીતે ચિત્તૌડગઢમાં જિલ્લા પરિવહન અધિકારી મનીષ શર્મા પાસે લગભગ બે કરોડના રોકાણના ડોક્યુમેન્ટ મળ્યા છે. ફ્લેટમાં એક લાખ રૂપિયા રોકડા અને વિદેશ યાત્રાઓના દસ્તાવેજ એન્ટી કરપ્શન બ્યૂરો જપ્સ કરવામાં આવ્યા છે. મોંઘી બાઈક અને ગાડીઓ મળી આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat