Gujarat Exclusive > દેશ-વિદેશ > OMG! અહીં પોતાના ‘શૌહર’ માટે ચોથી ‘બીવી’ શોધી રહી છે 3 પત્નીઓ

OMG! અહીં પોતાના ‘શૌહર’ માટે ચોથી ‘બીવી’ શોધી રહી છે 3 પત્નીઓ

0
27
  • પાકિસ્તાનના સિયાલકોટમાં રહેતા 22 વર્ષના અદનાનની પહેલાથી 3 પત્નીઓ
  • ચોથી પત્નીના નામમાં હોવી જોઈએ આ ખાસ વાત
  • અદનાનનું કહેવું છે કે, પત્નીઓ તેનો ખૂબ ખ્યાલ રાખે છે

સિયાલકોટ: મુસ્લિમ સમાજમાં એકથી વધુ લગ્ન કરવા કોઈ નવી વાત નથી, પરંતુ જ્યારે ત્રણ પત્નીઓ પોતાના પતિ માટે ચોથી પત્નીની શોધ કરે, તો આ વાત કંઈક અલગ લાગે છે. પાકિસ્તાનમાં કંઈક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પાકિસ્તાનના સિયાલકોટમાં રહેનારા 22 વર્ષના અદનાનની (Pakistani Man With Three Wives) પહેલાથી ત્રણ પત્નીઓ છે. હવે તેની આ ત્રણેય પત્નીઓ સાથે મળીને પોતાના પતિ માટે ચોથી પત્નીની શોધ કરી રહી છે. પાકિસ્તાનમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાનના સિયાલકોટમાં રહેતા અદાનના (Pakistani Man With Three Wives) પ્રથમ લગ્ન 16 વર્ષની ઉંમરમાં જ થઈ ગયા હતા. તે સમયે તેઓ અભ્યાસ કરી રહ્યાં હતા. 20 વર્ષની વયે તેમણે બીજા લગ્ન કર્યા અને ત્રીજા લગ્ન તેમણે ગત વર્ષે જ કર્યાં છે.

અદનાનની (Pakistani Man With Three Wives) ત્રણેય પત્નીમાં એક ખાસ વાત એ છે કે, તે તમામના નામ અંગ્રેજી અક્ષર “S”થી જ શરૂ થાય છે. જેમના નામ શુંબલ, શુબાના અને શાહિદા છે. અદનાન ચોથી પત્ની પણ “એસ” અક્ષરથી શરૂ થનારા નામ વાળી જ શોધી રહ્યાં છે.

આજના સમયમાં જ્યાં એક પત્ની માટે સમય ફાળવીને તેને ખુશ રાખવા ઘણું જ અઘરુ છે, જ્યાં અદનાન (Pakistani Man With Three Wives) પોતાની ત્રણેય પત્નીઓને ખુશ રાખે છે.

અદનાને પોતાના એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે, હું મારી ત્રણેય પત્નીઓને એક સરખો પ્રેમ કરું છું. જ્યાં પણ જવું હોય, અમે સાથે જ જઈએ છીએ. તેની પત્નીઓનું પણ કહવું છે કે, અમે ત્રણેય સંપીને જ અદનાનનું કામ કરીએ છીએ.

આ પણ વાંચો: કોરોના સંક્રમિતોની સારવારમાં પ્લાઝમા થેરાપીનો આડેધડ ઉપયોગ અયોગ્ય: ICMR

પોતાની પત્નીઓને કેવી રીતે સાચવે છે? આ પ્રશ્નનો જવાબ આપતા અદનાને કહ્યું કે, ત્રણેય માટે એક સાથે જ ડ્રેસ ખરીદવો, એક સાથે જમવું અને દરેક કામ એકસાથે જ કરું છું. મહિનાનો ખર્ચો અંદાજે લાખ-દોઢ લાખની આસપાસ પહોંચી જાય છે. હું સ્પોર્ટ્સ કારની ખરીદ-વેચાણનો ધંધો કરું છે. લગ્ન બાદ મારી ધંધામાં ઘણી પ્રગતિ થઈ છે. અદનાનના 4 બાળકો પણ છે.

પતિ-પત્નીઓ વચ્ચે ઝઘડા થવા સામાન્ય વાત છે, આમ છત્તાં અદનાનની ત્રણ પત્નીઓ છે. જો કે અદનાન આ બાબતે નસીબદાર સાબિત થયા છે કે, તેમની ત્રણેય પત્નીઓ ક્યારેય અંદરોઅંદર કે તેમની સાથે ઝઘડો નથી કરતી. કોઈને એકબીજા પ્રત્યે ઈર્ષ્યા નથી નથી.

અદનાનની પ્રથમ પત્ની શુંબલે જ તેમને બીજા લગ્ન માટે મંજૂરી આપી હતી. બીજી પત્ની શુબાનાએ શાહિદા સાથે ત્રીજા લગ્નની મંજૂરી આપી હતી. હવે ત્રણેય મળીને અદનાન માટે ચોથી પત્ની શોધી રહ્યાં છે.