Gujarat Exclusive > રાજનીતિ > જમ્મુ-કાશ્મીર: મેહબૂબા મુફ્તીને ફટકો, PDPના 3 નેતાઓએ છોડી પાર્ટી

જમ્મુ-કાશ્મીર: મેહબૂબા મુફ્તીને ફટકો, PDPના 3 નેતાઓએ છોડી પાર્ટી

0
89
  • શ્રીનગર અને જમ્મુમાં ભાજપની તિરંગા યાત્રા
  • BJP કાર્યકર્તાઓએ PDP કાર્યાલય પર તિરંગો ફરકાવ્યો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના ત્રણ નેતાઓએ (PDP Leaders) પોતાની પાર્ટીના અધ્યક્ષ મેહબૂબા મુફ્તીના (Mehbooba Mufti) નિવેદનથી નારાજ થઈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે.

આ નેતાઓનું કહેવું છે કે, મેહબૂબાના (Mehbooba Mufti) નિવેદનથી તેમની દેશભક્તિની લાગણી દુભાઈ છે. PDPના નેતા (PDP Leaders) ટીએસ બાજવા, વેદ મહાજન અને હુસૈન એ વફાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. પાર્ટીના અધ્યક્ષ મેહબૂબા મુફ્તીને (Mehbooba Mufti) લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ તેમના કાર્યો અને અનિચ્છનિય નિવેદનોની અસહજતા અનુભવી રહ્યાં છે.

શું બોલ્યા હતા મેહબૂબા મુફ્તી?
હકીકતમાં મેહબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) કહ્યું હતું કે, અમે રાષ્ટ્રધ્વજ તિરંગાને ત્યાં સુધી ક્યારેય હાથમાં નહીં પકડીએ, જ્યાં સુધી અમને અમારા રાજ્ય (જમ્મુ-કાશ્મીર)નો ધ્વજ પાછો નહીં મળે. રાષ્ટ્રધ્વજ માત્ર આ (જમ્મુ-કાશ્મીર) ધ્વજ અને સંવિધાનના કારણે છે. અમે આ ધ્વજના કારણે જ દેશના અન્ય ભાગો સાથે જોડાયેલા છીએ.

ભાજપની તિરંગા માર્ચ
મેહબૂબાની (Mehbooba Mufti) ટિપ્પણીના વિરોધમાં જમ્મુ-કાશ્મીરમાં ભાજપે તિરંગા માર્ચ નીકાળી હતી. જેમાં એક ફ્લેગ માર્ચ શ્રીનગરમાં અને બીજી જમ્મુમાં આયોજિત કરવામાં આવી હતી. બુલેટ પ્રૂફ કાર અને પોલીસની જીપો સાથે તિરંગો ઝંડો ફરકાવતા ભાજપના કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: સરકારે પુરુષ કર્મચારીઓને આપી રાહત, બાળકની દેખભાળ માટે લઈ શકશે ‘ચાઈલ્ડ કેર લીવ’

PDP કાર્યાલય પર ભાજપ કાર્યકર્તાઓએ ફરકાવ્યો તિરંગો
ભાજપના કાર્યકર્તાઓએ PDPના જમ્મુ કાર્યાલય પર તિરંગો ફરકાવ્યો હતો. સેંકડોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અહીં હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને એકઠા થયા હતા અને જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી PDP ચીફ મેહબૂબા મુફ્તીના (Mehbooba Mufti) નિવેદનનો વિરોધ કરી રહ્યાં હતા.

ભાજપ કાર્યકર્તાઓ સુત્રોચાર કરતા બપોરે PDP કાર્યાલય પહોંચ્યા. જેમાંથી કેટલાક PDPના ઝંડા વાળા થાંભલા પર ચડી ગયા અને પથી પોલ પર રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવ્યો હતો.