નવી દિલ્હી: ભારતમાં આશરે 55 કરોડ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. અન્ય કંપનીઓની જેમ WhatsApp પર પણ ભારત સરકાર નવો આઇટી કાયદો લાગુ થયો છે. આ કાયદા હેઠળ તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ દર મહિને યૂઝર સેફ્ટી રિપોર્ટ સરકારને આપવી પડે છે.
હવે વોટ્સએપે પોતાના માસિક યૂઝર સેફ્ટી રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં તેણે જણાવ્યુ છે કે આ વર્ષે જૂન-જુલાઇ વચ્ચે ત્રણ મિલિયન એટલે કે 30 લાખથી વધારે વોટ્સએપ એકાઉન્ટ બેન થયા છે.
વોટ્સએપે કહ્યુ છે કે આ કાર્યવાહી ઓનલાઇન સ્પેમ અને અબ્યૂઝને લઇને કરવામાં આવી છે, જેથી પ્લેટફોર્મને સુરક્ષિત અને સ્પેમ ફ્રી રાખી શકાય. જૂનથી લઇને જુલાઇ 2021 વચ્ચે આશરે 30 લાખ 27 હજાર એકાઉન્ટ બેન થયા છે. આ એકાઉન્ટ પર કાર્યવાહીની ફરિયાદ અધિકારીને મળેલી ફરિયાદો બાદ એક ઓટોમેટિક ટૂલ દ્વારા કરવામાં આવી છે.
આ સમયમાં 316 એકાઉન્ટ એવા બ્લોક થયા છે જેને લઇને યૂઝર્સે ફરિયાદ કરી છે અને 73 એકાઉન્ટ એવા છે જે પુરી રીતે બેન કરવામાં આવ્યા છે. આ એકાઉન્ટ પર આ કાર્યવાહી 46 દિવસમાં કરવામાં આવી છે. આ 46 દિવસમાં 594 ફરિયાદો યૂઝર્સ તરફથી મળી છે જેમાં 316 એકાઉન્ટને બેન કરવાની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: મોંઘવારીમાં મોટો ફટકો, LPG સિલિન્ડરના ભાવમાં ફરી 25 રૂપિયાનો વધારો
અન્ય એકાઉન્ટની ફરિયાદ સુરક્ષાના કારણોને લઇને મળી છે. વોટ્સએપનું કહેવુ છે કે તે બાદ અબ્યૂઝ ડિટેક્શનને લઇને ઓટોમેટિક ટૂલ છે. જો તમારી પાસે પણ કોઇ એકાઉન્ટને લઇને ફરિયાદ છે તો તમે [email protected] પર ઇ-મેલ કરી શકો છો અથવા પછી એપથી કોઇ એકાઉન્ટને બ્લૉક અથવા રિપોર્ટ કરી શકો છો.
ફેસબુકે કહ્યુ છે કે નવા આઇટી કાયદા હેઠળ તેને 33.3 મિલિયન કંટેન્ટને લઇને કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી 16 જૂનથી લઇને 31 જુલાઇ વચ્ચે થઇ છે. બીજી તરફ ઇંસ્ટાગ્રામે 2.8 મિલિયન એકાઉન્ટ પર કાર્યવાહી કરી છે.