Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > વડોદરા: કપુરાઈ ચોકડી નજીક કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, ‘આપ’ નેતા સહિત 3ના મોત

વડોદરા: કપુરાઈ ચોકડી નજીક કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, ‘આપ’ નેતા સહિત 3ના મોત

0
173

વડોદરા: અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર આવેલી કપૂરાઈ ચોકડી નજીક વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. Car Accident

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત રહેલા આમ આદમી પાર્ટીના નેતા અશોકભાઈ ગોદાણી પોતાના બે મિત્રો સંજય ગોદાણી અને રાજુભાઈ ગોંડલિયા સાથે કારમાં સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સેવા કરીને કારમાં સુરત તરફ આવી રહ્યાં હતા. આ દરમિયાન વહેલી સવારે કાર કપુરાઈ ચોકડી નજીક પહોંચી, ત્યારે કાર ચાલકને ઝોંકુ આવી જતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જે બાદ કાર રસ્તા વચ્ચેનું ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ પર લીલુડી ધરતી હોટલ નજીકના રોડ પર આવી ગઈ હતી.

આ સમયે સુરતથી અમદાવાદ પુરપાટ જઈ રહેલી ટ્રક કાર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. જેમાં કારમાં સવાર ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત થયા હતા. આ ઘટનાના પગલે સ્થાનિક લોકો અને રસ્તા પરથી પસાર થનારા લોકો દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પર વાહન વ્યહાર પણ અડધા કલાક માટે ખોરવાયો હતો.

આ પણ વાંચો:  મોદીજી અમારા બાળકોની વૅક્સિન વિદેશ કેમ મોકલી?’ પોસ્ટર લગાવનારા 9ની ધરપકડ Car Accident

બીજી બાજુ આ અકસ્માતની જાણ થતાં પાણીગેટ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ફાયર બ્રિગેડની મદદથી કારમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. જે બાદ 108 બોલાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. Car Accident

પોલીસે કારમાંથી મળેલા લાઈસન્સ સહિતના દસ્તાવેજોના આધારે મૃતકોના પરિવારને જાણ કરતા સુરતથી તેમના સ્વજનો વડોદરા આવી પહોચ્યા છે. હાલ પાણીગેટ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat