Gujarat Exclusive > દેશ-વિદેશ > Ceasefire Violation: LoC પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ, 3 જવાન શહીદ

Ceasefire Violation: LoC પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ, 3 જવાન શહીદ

0
113

શ્રીનગર: પાકિસ્તાન તરફથી આજે ફરીથી કરવામાં આવેલા યુદ્ધ વિરામના ઉલ્લંઘનમાં (Ceasefire Violation) LoC નજીક જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના (Indian Army) ત્રણ જવાનો શહીદ થઈ ગયાં છે. જ્યારે 5 જવાનો આ હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે.

ભારતીય સેનાના જવાનો પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. સેનાના સુત્રો અનુસાર, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સેનાની પોસ્ટ પર મોર્ટારથી હુમલો કર્યો હતો.

આ અંગે સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના નૌગામ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી અચાનક મોર્ટારથી ગુમોલ કરવામાં આવ્યો હતો. જેમાં 2 જવાનો શહીદ થઈ ગયાં છે, જ્યારે 4 ઘાયલ થયા છે. હાલ ઘાયલ જવાનોને ત્યાંથી ખસેડીને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ભારતીય સેના તરફથી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને પણ નુક્સાન થયું હોવાનું અનુમાન છે. જો કે પાકિસ્તાનના કેટલા સૈનિકો મોતને ભેટ્યા? તેનો આંકડો હજુ જાણી શકાયો નથી.

આ પણ વાંચો: રાજસ્થાન: બારાંમાં સગીર બહેનો સાથે દુષ્કર્મ પર CM ગેહલોતની સ્પષ્ટતા

અગાઉ બુધવારે પણ પાકિસ્તાની સેના દ્વારા પૂંછ સેક્ટરમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં એક સેનાના લાન્સ નાયક કર્નેલ સિંહ શહીદ થઈ ગયા હતા. જેઓ પંજાબના સંગરૂર જિલ્લાના વતની હતા. જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો હતો. જેની ઓળખ વિરેન્દ્ર સિંહ તરીકે થઈ છે.

જણાવી દઈએ કે, છેલ્લા 8 મહિનામાં પાકિસ્તાન દ્વારા 3000થી વધુ વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. જે છેલ્લા 17 વર્ષોમાં સૌથી વધુ છે. વર્ષ 2003માં ભારત અને પાકિસ્તાને LoC પર યુદ્ધવિરામની સમજૂતિ કરી હતી.