Gujarat Exclusive > દેશ-વિદેશ > કેનેડાની 3 કોલેજો બંધ, ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી

કેનેડાની 3 કોલેજો બંધ, ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી

0
1

ઓટાવા: NADAના ક્વિબેકમાં ત્રણ કોલેજો અચાનક બંધ થઈ જતાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જે બાદ ઓટાવામાં ભારતીય હાઈ કમિશને શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિમાં અચાનક ફેરફારથી પ્રભાવિત ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી છે. અસલમાં ત્રણ કોલેજો – મોન્ટ્રીયલની એમ કોલેજ, શેરબ્રુકમાં સીડીઇ કોલેજ અને લોંગ્યુઇલની સીસીએસક્યુ કોલેજ – વિદ્યાર્થીઓને ટ્યુશન ફીની સમયમર્યાદા આગળ ધકેલવા અને આ મહિને વિદ્યાર્થીઓને મોટી રકમની ફી ચૂકવવા નોટિસ પાઠવીને માહિતી આપી હતી કે, આગામી મહિનાથી કોલેજો સંપૂર્ણપણે બંધ થઈ રહી છે.

કેનેડાના CBC ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે એક જ ભરતી પેઢી દ્વારા સંચાલિત ત્રણેય કોલેજોએ નાદારી નોંધાવી છે. ક્વિબેકે ભારતમાં વિદ્યાર્થીઓ માટે “શંકાસ્પદ” ભરતી પ્રક્રિયાઓ માટે એમ કોલેજ અને CDE કૉલેજ સહિતની કેટલીક ખાનગી કોલેજોની તપાસ શરૂ કર્યાના એક વર્ષ પછી લેણદાર સંરક્ષણ માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

અચાનક કોલેજો બંધ થવાથી ભારતના ગભરાયેલા આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સહાયતા માટે ઓટાવામાં ભારતીય ઉચ્ચાયોગ પાસે આવવા માટે પ્રેરિત કર્યા, કેમ કે તેમાંથી અનેકને કોઈ જ નોટિસ આપ્યા વગર હજારો ડોલરની ફિ સાથે આવવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. ભારતીય ઉચ્ચાયોગે શુક્રવારે રજૂ એક એડવાઈઝરીમાં કહ્યું- “ત્રણ સંસ્થાઓમાં નામાંકિત ભારતના અનેક વિદ્યાર્થીઓએ ઉચ્ચાયોગનો સંપર્ક કર્યો છે.”

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે- જો તેઓને તેમની ફીની ભરપાઈ કરવામાં અથવા ફી ટ્રાન્સફર કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો, તેઓ ક્વિબેક સરકારના ઉચ્ચ શિક્ષણ મંત્રાલયમાં ફરિયાદ નોંધાવી શકે છે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવા માટે હાઈ કમિશન કેનેડાની ફેડરલ સરકાર, ક્વિબેકની પ્રાંતીય સરકાર તેમજ કેનેડિયન ભારતીય સમુદાયના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંપર્કમાં છે.

વિદ્યાર્થીઓને એ પણ જાણ કરવામાં આવી હતી કે જો તેઓને આ સમસ્યા અંગે તાત્કાલિક સહાયની જરૂર હોય તો તેઓ ઓટાવામાં હાઈ કમિશનની શિક્ષણ શાખા અથવા ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલનો સંપર્ક કરવા માટે સ્વતંત્ર છે.

એડવાઈઝરીમાં એવી કોઈપણ સંસ્થાને ચૂકવણી કરવા સામે ચેતવણી આપવામાં આવી છે કે જેની કોઈ વિશ્વસનીયતા નથી. એડવાઈઝરીમાં જણાવાયું છે કે, “વિદ્યાર્થીઓએ કોઈપણ ચૂકવણી કરવી જોઈએ નહીં અથવા ચુકવણી પર વિઝા આપતી કોઈપણ વણચકાસાયેલ વ્યક્તિ/સંસ્થાને તેમની અંગત માહિતી જાહેર કરવી જોઈએ નહીં.”

RPI ગ્રૂપ દ્વારા લેણદાર સરક્ષણ માટેની અરજી અનુસાર, કંપની સામે 633 વિદ્યાર્થીઓના અવેતન ટ્યુશન ફી અને રિફંડના દાવા અંદાજે $6.4 મિલિયન હોવાનો અંદાજ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat