અમદાવાદના વેજલપુરમાં પોલીસે 130 કિલોના ગૌમાંસ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. શહેર પોલીસ એએમસીના નિર્ણય બાદ એક્શનમાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે.
અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણય બાદ નોનવેજની લારીઓ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. એએમસીના આ નિર્ણય બાદ શહેર પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. વેજલપુર પોલીસે ગૌમાંસ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.પલ્લાચારીયા તથા સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.ડી.ભટ્ટ બનાવેલ એક્શન પ્લાન મુજબ, વિસ્તારમાં ખાનગી બાતમીદારો થી મળેલ બાતમી હકીકત આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
જો કે, પેટ્રોલિંગ દરમ્યાન જુમા મસ્જીદની સામે આવેલ એક મટનની દુકાનમાં માથી તથા એક સેવરોલેટ કારમા ગૌમાંસના 130 કિલોના જથ્થા સાથે કુલ 3.07 લાખની મત્તાના મુદ્દામાલ સાથે મોહસીન અયુબભાઈ શેખ, સહેબાઝ મજીદખાન પઠાણ તેમજ મોહમંદસાદીક ગુલામરસુલ કુરેશી એમ ત્રણની ધરપકડ કરી છે. પોલીસે આ લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.