ભૂજ: કચ્છમાં શનિવાર સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 દર્જ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે કચ્છના ભચાઉમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે જોકે, કોઇ રીતના નુકસાનના સમાચાર નથી.
Advertisement
Advertisement
ભચાઉમાં સવારના સમયે તમામ લોકો પોતાના ઘરમાં હતા, ત્યારે ધરતી હલવા લાગી હતી. લોકો ગભરાઇને ઘરની બહાર દોડવા લાગ્યા હતા. શરૂઆતની જાણકારી અનુસાર ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 19 કિલોમીટર દૂર હોવાનું કહેવામાં આવે છે.
View this post on Instagram
આ પહેલા 20 ઓક્ટોબરે ગુજરાતમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર સુરતથી 61 કિલોમીટર દૂર હતુ. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 હતી. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી અનુસાર, ભૂકંપના ઝટકા સવારે આશરે 10.26 વાગ્યે અનુભવાયા હતા.
Advertisement