Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ચેન્નાઇ 2જી ટેસ્ટઃ કોહલીને નસીબે યારી આપી,ટીમને નહી, પ્રથમ વિકેટ શૂન્યમાં પડી

ચેન્નાઇ 2જી ટેસ્ટઃ કોહલીને નસીબે યારી આપી,ટીમને નહી, પ્રથમ વિકેટ શૂન્યમાં પડી

0
75
  • ગુજરાતના અક્ષર પટેલે ટેસ્ટમાં કર્યું ડેબ્યુ, ઉપરાંત સિરાજ, કુલદીપનો સમાવેશ
  • બુમરાહને આરામ અપાયો, શેહબાઝ નદીમ અને વોશિંગ્ટન સુંદરને પડતા મૂકાયા

ચેન્નાઇઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્રે ચેપોક (એમએસ ચિદમ્બરમ્) સ્ટેડિયમમાં શ્રેણીની બીજી ટેસ્ટ (2nd Test Kohli Toss) શરૂ થઇ ગઇ. કોહલીને નસીબે યારી આપી, તેણે ટોસ્ટ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા. વોશિંટ્ન સુંદર, જસપ્રીત બુમરાહ અને શહેબાઝ નદીમમાં સ્થાને અક્ષર પટેલ, મુહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું છે.

ભારતે પ્રારંભમાં ટોસ જીતવાનો ફાયદો ન ઊઠાવ્યો. પ્રથમ વિકેટ શૂન્ય રને જ પડી ગઇ ગઇ હતી. ઓપનર શુમભન ગિલ ખાતુ ખોલ્યા વિના ઓલી સ્ટોનની બોલિંગમાં એલબીડબલ્યુ થઇ ગયો હતો.  ઓલીએ મેઇડન ઓવરમાં વિકેટ લીધી. તે પહેલાં ઇંગ્લેન્ડના ફાસ્ટર સ્ટુઅર્ટ બ્રોડે બોલિંગ શરુ કરી હતી. જ્યારે રોહિત શર્માએ ટીમ ઇન્ડિયા વતી બીજી ટેસ્ટમાં બેટિંગ પ્રારંભ કર્યો હતો. જો આખી ઓવર મેઇડન કાઢી હતી.

આ પણ વાંચોઃ ચેન્નાઇમાં કાલથી ભારત -ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ રમાશે, અક્ષરનું ડેબ્યુ સ

કોહલીએ અક્ષરને ટેસ્ટ કેપ આપી

ગુજરાતના અક્ષર પટેલે ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું છે. કેપ્ટન કોહલીએ તેને ટેસ્ટ કેપ આપી શુભેચ્છા પાઠવી હતી. 27 વર્ષનો અક્ષર પટેલ ડાબા ઘૂંટણમાં ખેંચાણ થતા પ્રથમ ટેસ્ટમાં ડેબ્યુ કરી શક્યો નહતો. તેના સ્થાને સ્ટેન્ડબાય ખેલાડી શહેબાઝ નદીમને રમવાની તક મળી હતી.

ચાર ટેસ્ટની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ અત્રે જ ઇંગ્લેન્ડ 227 રને જીતી હતી. તેની સાથે શ્રેણીમાં તેણે 1-0ની સરસાઇ મેળવી લીધી. તે મેચમાં જેમ્સ એન્ડરસને શાનદાર બોલિંગ કરી હોવા છતાં ઇંગ્લેન્ડ ટીમમાં રોટેશન સિસ્ટમને કારણે બીજી મેચમાં તેને આરામ અપાયો. ઉપરાંત ફાસ્ટર જોફ્રા આર્ચરને પ્રથમ ટેસ્ટમાં કોણીની ઇજા થતાં તે પણ ટીમની બહાર છે. ઇંગ્લીશ ટીમમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા.

ઇંગ્લેન્ડની ટીમમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. બટલર, બેઝ,એન્ડરસન અને જોફ્રા આર્ચરના સ્થાને એન ફોક્સ, મોઇન અલી, સ્ટોન અને વોક્સનો સમાવેશ કર્યો છે.

ભારત ઘરઆંગણે સતત બે ટેસ્ટ હાર્યું નથી

છેલ્લા 8 વર્ષમાં ટીમ ઇન્ડિયા ઘરઆંગણે સળંગ બે ટેસ્ટ હારી નથી. અગાઉ ઇંગ્લેન્ડ સામે જ તેણે 2012માં સતત બે મેચ મુંબઇ અને કોલકાતામાં ગુમાવી હતી. એ શ્રેણી ઇંગ્લેન્ડે 2-1થી જીતી લીધી હતી. (Chennai 2nd Test) આ વખતે પણ હરિફ ટીમ ઇંગ્લેન્ડની જ છે. તેથી પુનરાવર્તન થાય તેવું ભારત ઇચ્છશે.

આ પણ વાંચોઃ વસીમ જાફર પર કોમવાદનો શું છે આરોપ? અનિલ કુંબલે શું બોલ્યા

પ્લેઇંગ ઇલેવન ટીમ ઇન્ડિયાઃ

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન) અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટ કીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુહમ્મદ સિરાજ, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા.

ટીમ ઇંગ્લેન્ડઃ

રોરી બર્ન્સ, ડોંમનિક સિબલી, ડેન લોરેન્સ, જો રુટ (કેપ્ટન), ઓલી પોપ, બેન સ્ટોક, બેન ફોક્સ (wk), મોઇન અલી, જેક લીચ, સ્ટુઅર્ટ બ્રોડ, ક્રિસ વોક્સ અને ઓલી સ્ટોન.

 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat