Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્ર: એક દિવસમાં રેકોર્ડ 2940 પોઝિટિવ કેસ, સંક્રમિતોની સંખ્યા 44 હજારને પાર

મહારાષ્ટ્ર: એક દિવસમાં રેકોર્ડ 2940 પોઝિટિવ કેસ, સંક્રમિતોની સંખ્યા 44 હજારને પાર

0
337

મુંબઈ: દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, પરંતુ કેટલાક રાજ્યો એવા પણ છે, જ્યાં કોરોનાનો સૌથી વધુ કહેર વર્તાઈ રહ્યો છે. આવા જ રાજ્યોમાં સૌથી પહેલા નંબર પર મહારાષ્ટ્ર આવે છે. જ્યાં દરરોજ કોરોનાના કેસો નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. એકવખત ફરીથી મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસોનો રેકોર્ડ તૂટ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 2940 નવા કેસ નોંધાયા છે. તેના પહેલા એક દિવસમાં આટલા કેસો ક્યારેય સામે આવ્યા નહતા.

મહારાષ્ટ્રમાં શુક્રવારે કુલ 63 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. રોજેરોજ રાજ્યમાં અનેક લોકો વાઈરસના પગલે પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે.

આ આંકડા બાદ હવે મહારાષ્ટ્રમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 44,582 પર પહોંચી ચૂકી છે. જ્યારે આ મહામારીના પગલે રાજ્યમાં કુલ 1517 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

5 રાજ્યોમાં 80 ટકા કેસ
કેન્દ્ર સરકાર તરફથી પણ લૉકડાઉનને લઈને કેટલાક આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન કેન્દ્રએ એવા 5 રાજ્યોનો ઉલ્લેખ કર્યો છે, જ્યાં કોરોનાના 80 ટકા કેસો છે. જ્યારે 80 ટકા મરણ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં નોંધાયા છે.

મુંબઈની સ્થિતિ સૌથી વધુ ખરાબ, સંક્રમિતોની સંખ્યા 27 હજારને પાર
મહારાષ્ટ્રમાં મુંબઈ શહેરની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. અબીં કોરોનાના સૌથી વધુ કેસો સામે આવી રહ્યાં છે અને રોજિંદા અનેક લોકો મોતને ભેટી રહ્યાં છે. એક જ દિવસમાં શુક્રવારે મુંબઈમાં 1751 નવા કેસો નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં 27 લોકોએ પોતોનો જીવ ખોયો છે. આ સાથે મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27 હજારને પાર પહોંચી ગઈ છે, જ્યારે 909 લોકોએ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 13 હજારને પાર, નવા 363 કેસ નોંધાયા