Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત પોલીસની 28 જગ્યાઓ IPS અધિકારીઓની જોઇ રહી છે રાહ

ગુજરાત પોલીસની 28 જગ્યાઓ IPS અધિકારીઓની જોઇ રહી છે રાહ

0
4126

અનિલ પુષ્પાંગદન, ગાંધીનગર: ગુજરાત પોલીસ દળમાં છેલ્લા ઘણા સમયથી IPS અધિકારીઓની મોટાભાગની જગ્યાઓ ચાર્જમાં ચાલી રહી છે. પોલીસ ભવનમાં જ અલગ અલગ પોલીસ વિભાગોના વડાઓ એકથી વધુ વિભાગના ચાર્જ સંભાળી રહ્યા છે. ગુજરાત પોલીસ દળમાં 28 જગ્યાઓ એવી છે જે ઘણા લાંબા સમયથી ખાલી પડેલી છે. ગૃહ વિભાગ આ ખાલી જગ્યાઓ ભરતી ના હોવાને કારણે અધિકારીઓ ઓવરલોડ થઇને ફરી રહ્યા છે.

રાજ્યના DGP શિવાનંદ ઝા ગયા એપ્રિલ મહિનામાં નિવૃત થવાના હતા, તેમણે સરકારે ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યુ છે અને આ એક્સટેન્શન મળ્યાને 2 મહિના પણ વિતી ગયા છે. રાજ્ય પોલીસ દળના આઇપીએસ અધિકારીઓની 5-10 નહી પરંતુ 28 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે. આ ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ડીજીપી પોતે પણ કોઇ રસ લેતા નથી તેવુ ચિત્ર પોલીસમાં ઉપસી રહ્યું છે.
પોલીસ ભવનમાં જ ઇન્ટેલીજન્સ, કોમ્યુનિકેશન, એસઆરપી, ઇન્કવાયરી, સ્ટેટ મોનિટરિંગ સેલ, એડમિન, જેવી જગ્યાઓ ચાર્જથી ચાલી રહી છે. સુરત શહેરમાં પોલીસ કમિશનરના માથે જ બે જવાબદારી છે. જેમના તાબા નીચે સેક્ટર-1 અને સેક્ટર-2ની જગ્યા મહિનાઓથી ખાલી છે.

આ પણ વાંચો: ગુજરાતના 38 જેટલા IPS અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર

પોલીસ દળમાં જે જગ્યાઓ ખાલી છે તેમાં ACBના ડીજીની જગ્યા બે વર્ષથી ખાલી પડી છે. ATSના ડીજીની જગ્યા મહિનાથી ચાર્જમાં છે. સીઆઇડી ઇન્ટેલિજન્સના એડીજીની જગ્યા પાંચ મહિનાથી ચાર્જમાં છે. કાયદો અને વ્યવસ્થા, એસઆરપી, ઇન્કવાયરી, ટેકનિકલ સર્વિસના એડિશનલ ડીજીની જગ્યા પણ ચાર્જમાં ચાલે છે. અમદાવાદ રેન્જના આઇજીની જગ્યા ત્રણ મહિનાથી ચાર્જમાં ચાલે છે. અમદાવાદ શહેરના જોઇન્ટ સીપી હેડક્વાર્ટરની જગ્યા ચાર્જમાં છે. સીઆઇડી ઇન્ટેલિજન્સમાં આઇજીની બે જગ્યાઓ ઉપરાંત ACBમાં જોઇન્ટ ડાયરેક્ટરની બે અધિકારીની જગ્યાઓ પણ ચાર્જમાં છે. સુરત શહેરમાં સેક્ટર-1માં, સેક્ટર-2, પોસ્ટલ સિક્યુરિટીના આઇજીની જગ્યા, મરીન ટાસ્ક ફોર્સના આઇજીની જગ્યા પણ ચાર્જમાં ચાલી રહી છે.

આ પણ વાંચો:  IPS મકરંદ ચૌહાણે જગન્નાથ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારને બંધ કરી દીધો, તોફાની હાથી તેમનાથી એક ફૂટના અંતરે ઉભો હતો

સીઆઇડી ક્રાઇમમાં આર્થિક ગુના નિવારણ શાખાના ડીઆઇજીની જગ્યા, એટીએસમાં એસપીની જગ્યા, માનવ અધિકાર આયોગમાં એડિશનલ ડીજીની જગ્યા, GUVNLમાં સીવીઓ (ચીફ વિજિલન્સ ઓફિસર)ની જગ્યા, જીએસઆરટીસીમાં વિજિલન્સ ઓફિસરની જગ્યા, વાયરલેસના એસપી, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ બન્યુ ત્યારથી આ વિભાગના આઇજીની જગ્યા ચાર્જમાં ચાલી રહી છે. પોલીસ કોમ્યુનિકેશનમાં વડાની જગ્યા એક વર્ષથી ચાર્જમાં ચાલે છે. આ જ વિભાગના વાયરલેસ એસપીની જગ્યા પણ ખાલી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજીની જગ્યા પણ ચાર્જમાં ચાલી રહી છે. આ ઉપરાંત કરાઇ, વડોદરા, જૂનાગઢ, એસઆરપી સોરઠ ચોકીના પ્રિન્સિપલની જગ્યા પણ ચાર્જમાં ચાલી રહી છે.