ઈરાનથી 277 ભારતીય લોકોનો એક ગ્રુપ આજે દિલ્હી પહોંચ્યુ. કોરોનાવાયરસે આખી દુનિયામાં કોહરામ મચાવીને રાખ્યો છે. જોકે, પરિસ્થિતિને જોતા ભારતમાં આખા ભારતમાં 21 દિવસનું લોકડાઉન રાખવામાં આવ્યું છે. આ વચ્ચે 277 ભારતીયોને ઈરાનથી ભારત લાવવામાં આવ્યા છે.
277 ભારતીયોને દિલ્હી એરપોર્ટથી સીધા જોધપુર લઇ જવામાં આવ્યા. એરપોર્ટ પર સ્ક્રિનિંગ પછી આ લોકોને જોધપુરના આર્મી વેલનેસ સેન્ટરમાં રાખવામાં આવશે. આવનારા 14 દિવસો સુધી આ લોકોને આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવશે.
ભારતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, દેશમાં આ વાયરસના 512 એક્ટિવ કેસ સહિત અત્યાર સુધી 562 કન્ફર્મ કેસ સામે આવ્યા છે. આ 526 મામલાઓમાં 9 લોકોના મોત થઇ હયા છે. તે ઉપરાંત કુલ આંકડાઓમાં 1 માઈગ્રેટેડ દર્દી પણ સામેલ છે. 40 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે.
277 evacuees from Iran arrived at Jodhpur Airport (from Delhi) today. A preliminary screening was conducted at the airport upon arrival and thereafter the evacuees were shifted to the Army Wellness Facility established in Jodhpur Military Station: PRO Defence Rajasthan #COVID19 https://t.co/Bo6tNS6mG2 pic.twitter.com/gz4UeX7nGL
— ANI (@ANI) March 25, 2020
આખા દેશમાં 21 દિવસો સુધી લોકડાઉન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસના સંક્રમણના રોકવા માટે મંગળવારે આખા દેશમાં 21 દિવસો માટે લોકડાઉનની જાહેરાત કરી છે.