Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનાના કહેર વચ્ચે અમદાવાદના હાલ, ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 254 બેડ ખાલી

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદના હાલ, ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 254 બેડ ખાલી

0
50

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાની આ બીજી લહેરમાં દર્દીઓને ઓક્સિજન બેડની સૌથી વધુ જરૂર પડી રહી છે. એવામાં શહેરની લગભગ તમામ હોસ્પિટલોમાં ઑક્સિજન બેડ ફૂલ છે. શહેરમાં હોસ્પિટલોમાં ઓક્સિજન અને આઇસીયુ બેડના માત્ર 254 બેડ ખાલી છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં માત્ર 4 બેડ જ ખાલી છે. Ahmedabad Covid Beds

અમદાવાદમાં કોરોના સંકટ વચ્ચે ઓક્સિજન અને ICU બેડની હાલત નીચે મુજબ છે.

‘SVP હોસ્પિટલમાં 4 બેડ જ ખાલી, જયારે વીએસ હોસ્પિટલ, એલ.જી હોસ્પિટલ તેમજ શારદાબેન હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટેડ 171 ખાનગી હસ્પિટલમાં 144 બેડ ખાલી છે. જ્યારે 201 નર્સિંગ હોમમાં 65 બેડ ખાલી છે. આ ઉપરાતં સિવિલ હોસ્પિટલમાં 41 બેડ ખાલી, તો ESIC હોસ્પિટલમાં 0 બેડ ખાલી છે. આમ કુલ મળીને હાલની સ્થિતિમાં 254 બેડ ખાલી છે.’

આ પણ વાંચો:  રાજ્ય આરોગ્ય તંત્રના તબીબી/ટેકનીકલ-નોન ટેકનીકલ સહિતના કર્મચારીની સેવાઓ લંબાવાઈ Ahmedabad Covid Beds

જણાવી દઈએ કે, ગુજરાતમાં કોરોનાની બીજી લહેર તબાહી મચાવી રહી છે. એમાંય અમદાવાદમાં કોરોનાના આંકડા ડરાવી રહ્યાં છે. જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5258 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં મરણનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ગત એક દિવસમાં 23 શહેરીજનોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. Ahmedabad Covid Beds

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat