Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > “ભારતમાં COVIDથી પ્રતિદિવસ 25000 મોત, સરકારી આંકડા ખોટા”

“ભારતમાં COVIDથી પ્રતિદિવસ 25000 મોત, સરકારી આંકડા ખોટા”

0
147

અમેરિકાના જાણિતા પબ્લિક હેલ્થ એક્સપર્ટ આશિષ કે. ઝાએ ભારતમાં COVID-19ના કારણે થનારી મોતો અને સંક્રમણના સરકારી આંકડાઓ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમને કહ્યું કે, પ્રતિદિવસ મોતનો આંકડો 4000 જેટલા બતાવવામાં આવી રહ્યાં છે, તે 25000ની આસપાસ હોઈ શકે છે.

ડોક્ટર ઝાએ રવિવારે ટ્વિટ કરતાં કહ્યું છે, ભારતમાં એક દિવસમાં 400000થી વધારે અને તેના કારણે 4000થી વધારે મોતો થઈ છે. જોકે, આ આંકડાઓ સાચા નથી.

તેમને લખ્યું છે કે, “આજે સાચા આંકડાઓ નિશ્ચિત રીતે લગભગ 25000 મોત અને 2થી 5 મિલિયન સંક્રમણના હશે.” પોતાની વાતની પાછળનો આધાર બતાવતા ડોક્ટર ઝાએ કહ્યું છે, અનુમાન લગાવવાના ઘણી બધી રીતો છે, પરંતુ અહીં એક સરળ રીત છે. સ્મશાનોને જૂઓ.

ડોક્ટર ઝાએ કહ્યું છે, ગેર-મહામારી વર્ષ 2019 દરમિયાન એક દિવસમાં લગભગ 27000 ભારતીયોના મોત થઈ રહ્યાં હતા. સ્મશાન પ્રતિદિવસ મોતના આ સ્તભને સંભાળતા રહ્યાં હતા. અતિરિક્ત 4000 મોતોથી તેમના પર આટલી અસર થશે નહીં. દેશભરના સ્મશાન સામાન્ય ક્ષમતાથી 2થી 4 ગણું કામ કરી રહ્યાં છે.

એવો અનુમાન છે કે, ભારતમાં પ્રતિદિવિસ 55થી 80 હજાર લોકોના મોત થઈ રહ્યાં છે. જો આપ મોતોની વેસલાઈન 25-30 હજાર માનો છો તો COVIDથી પ્રતિદિવસ 25થી 50 હજાર અતિરિક્ત મોતો થવાની આશંકા છે, 4000 નહીં.

ડોક્ટર ઝાએ સંક્રમણના આંકડાઓ ઉપર પણ ઉઠાવ્યા પ્રશ્ન

કોરોના વાયરસના કારણે સંક્રમણના આંકડાઓને લઈને ડોક્ટર ઝાએ કહ્યું છે, ઈન્ફેક્શન ફેટલિટી રેશિયો (IFR)થી શરૂ કરીએ છીએ, જે ભારતમાં હજું પણ ઓછામાં ઓછો એક ટકા છે. તમે કહી શકો છો- આ વધારે છે. અમેરિકામાં આ 0.6 ટકા છે અને ભારતમાં યુવા આઝાદી વધારે છે, પરંતુ ભારતનું હેલ્થકેર સિસ્ટમ ધ્વસ્ત થઈ ચૂક્યું છે. લોકો ઓક્સિજનની અછતના કારણે મરી રહ્યાં છે. તેથી 1 ટકા આઈએફઆર વાજબી છે. જેના કારણે પ્રતિદિવસ સંક્રમણ 2.5થી 5 મિલિયન હોઈ શકે છે.

ડોક્ટર ઝાએ કહ્યું છે કે, ભારતમાં હરરોજ રાત-દિવસ કામ કરી રહેલા અને લાકડાઓની અછતનો સામનો કરી રહેલા સ્મશાનોને જોઈને લાગે છે કે, પ્રતિદિવસ કોવિડ-19થી મોતના આંકડાઓ ઓછામાં ઓછા 25 હજારનો છે.

સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ, બ્રાઉન યૂનિવર્સિટીના ડીન ડોક્ટર ઝા

સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અમેરિકા, બ્રાઉન યૂનિવર્સિટી ડીન ડોક્ટર આશિષ કે. ઝા

તેમને કહ્યું છે કે ગ્લોબલ હેલ્થમાં એક જૂની કહેવત છે, તમે બિમારીનો ટેસ્ટ કરવામાં નિષ્ફળ હોઈ શકો છો, તેને નંજર અંદાજ કરી શકો છો, પરંતુ મૃતકોની ઉપેક્ષા કરી શકીએ નહીં. ડોક્ટર ઝા અનુસાર, ભારતમાં મૃતક આપણને બતાવી રહ્યાં છે કે, આ બિમારી COVID-19 જેટલા સરકારી આંકડાઓમાં બતાવી રહ્યાં છે, તેનાથી વધારે ખતરનાક છે, આપણે તે વાતને સાંભળવી જોઈએ.

કોણ છે ડોક્ટર ઝા?

સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ, બ્રાઉન યૂનિવર્સિટીના ડીન ડોક્ટર ઝાનું બાળપણ બિહારના મધુબની જિલ્લામાં વિત્યુ છે. તે હાર્વર્ડ ગ્લોબલ હેલ્થ ઈન્સિટ્યુટના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. પાછલા દિવસોમાં તેમને કોરોના વાયરસ મહામારી વચ્ચે ભારતની મદદની માંગ ઉઠાવી હતી. તેમને કહ્યું હતુ, અમેરિકા પાસે એસ્ટ્રાજેનેકા વેક્સિનના 3.5થી ચાર કરોડ વધારાના ડોઝ છે, જેનો ઉપયોગ થશે નહીં. જ્યારે ભારતે પોતાના વસ્તી સામે માત્ર 22.5 ટકા જ વેક્સિન ડોઝનો ઓર્ડર આપેલો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat