નવી દિલ્હી: અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ વિરૂદ્ધ ભારતમાં કાર્યવાહી ઝડપી થઇ ગઇ છે. અહેવાલ છે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દાઉદ ઇબ્રાહિમ પર 25 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. આ સિવાય અંડરવર્લ્ડ ડૉનના સહયોગીઓ પર પણ ઇનામની જાહેરાત કરવામાં આવી છે. NIAએ ‘D’ કંપની સાથે જોડાયેલી તપાસમાં આ કાર્યવાહી કરી છે. ખાસ વાત આ છે કે ભારતમાં કેટલાક આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ દાઉદ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ તરફથી પણ 25 મિલિયન ડૉલરના ઇનામની જાહેરાત કરવામાં આવી ચુકી છે.
Advertisement
Advertisement
નામ ના છાપવાની શરત પર એક અધિકારીએ જણાવ્યુ કે એજન્સીએ દાઉદના ભાઇ અનીસ ઇબ્રાહિમ ઉર્ફ હાજી અનીસ, નજીકના જાવેદ પટેલ ઉર્ફ જાવેદ ચિકના, શકીલ શેખ ઉર્ફ છોટા શકીલ અને ઇબ્રાહિમ મુશ્તાક અબ્દુલ રજ્જાક મેમણ ઉર્ફ ટાઇગર મેમણ પર ઇનામની જાહેરાત કરી છે. અધિકારીએ જાણકારી આપી છે કે દાઉદ પર 25 લાખ રૂપિયા, છોટા શકીલ પર 20 લાખ રૂપિયા, અનીસ, ચિકના અને મેમણ પર 15 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે.
વર્ષ 1993માં મુંબઇ બોમ્બ વિસ્ફોટ સહિત દાઉદ ભારતમાં કેટલાક કેસમાં વૉન્ટેડ છે. ખાસ વાત આ છે કે દાઉદ ઇબ્રાહિમ સિવાય ભારતમાં મોસ્ટ વૉન્ટેડની યાદીમાં લશ્કર-એ-તૈયબા ચીફ હાફિઝ સઇદ, જૈશ-એ-મોહમ્મદ ચીફ મૌલાના મસૂદ અઝહર, હિજબુલ મુજાહિદ્દીનના સૈયદ સલાહુદ્દીન અને અબ્દુલ રઉફ અસગર પણ સામેલ છે.
એક અધિકારીએ જણાવ્યુ કે NIAએ આ વર્ષે ફેબ્રુઆરીમાં દાઉદ ઇબ્રાહિમ વિરૂદ્ધ નવો કેસ દાખલ કર્યો હતો. એજન્સીને જાણકારી મળી હતી કે ડી કંપનીએ પાકિસ્તાનની જાસુસી એજન્સી ISI અને આતંકી ગ્રુપની મદદથી ભારતમાં ખાસ યૂનિટ તૈયાર કર્યુ છે, જેના દ્વારા મોટા રાજનેતાઓ અને વેપારીઓને નિશાન બનાવવાની યોજના છે. સાથે જ એજન્સીને એવી પણ જાણકારી મળી હતી કે તેના દ્વારા તે આતંકીઓ અને સ્લીપર સેલ્સને પણ મદદ કરશે.
Advertisement